શિહોરની રૂ.1.10 કરોડની આંગડીયા લુંટ, ધાડના 7 આરોપીઓને પાટણ LCBએ દબોચ્યા
- 9:20 pm July 24, 2023
પાટણ,
ગુન્હામાં વપરાયેલ અર્ટીગા ગાડી સાથે આરોપીઓને ગોલાપુર પોલીસ ને સોપાયા..
પાટણ એલ સી બી પોલીસે ભાવનગરના શિહોરમાં થયેલી આગડીયા લૂંટ અને ધાડ ના 7 આરોપીને આર્ટિકા કાર સાથે ગોલાપુરથી ઝડપી પાડી આગળની કાર્યવાહી કરવા ગોલાપુર પોલિસને સોંપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી હકીકત મુજબ એલ.સી.બી પીઆઈ સહિત એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો પાટણ તાલુકા પો.સ્ટે. વિસ્તારથી પેટ્રોલીંગ ફરી પાટણ તરફ આવતા હતા દરમ્યાન બાતમી મળેલ કે ભાવનગર જીલ્લાના શીહોર ખાતે ગઈ તા.22-07 -2023 ના રોજ સવારના સમયે એ મહેન્દ્રા આંગડીયા પેઢીમાં લુંટ થયેલ છે,જે બનાવ લગતના સી.સી.ટી.વી ફુટેજ ભાવનગર પોલીસ દ્વારા સોશીયલ મિડીયામાં આરોપીઓની ઓળખ તથા શોધખોળ સારૂ પ્રસારીત કરેલ હોઇ અને જેમાં નજરે પડતા ઇસમો અત્રેના પાટણ જીલ્લાના આકવી ગાગલાસણ વિગેરે ગામના હોવાની ખાનગી રાહે બાતમી હકીકત મળેલ હતી, ત્યારે આ ઇસમો હાલમાં મહેસાણા થઇ ગોલાપુર થઇ પાટણ તરફ ગ્રે કલરની અર્ટીકા ગાડી નંબર-GJ16CS3486 થી આવી રહેલ છે.જે હકીકત આધારે ગ્રે કલરની અર્ટીગા ગાડીના ડ્રાઇવર સાથે મળી સાત (07) ઇસમોને પાટણ એલસીબીએ પકડી પાડી સી.આર.પી.સી. કલમ-41 (1) આઇ મુજબ અટક કરી આગળની કાર્યવાહી કરવા પાટણ તાલુકા પો.સ્ટે ખાતે સોંપવામાં આવ્યા હતા. તો એક આરોપી પકડવાનો બાકી હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે આ 7 આરોપી સાથે ગ્રે કલરની અર્ટીગા ગાડી કિં.રૂ.7,00,000/- તેમજ અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-09 કિ.રૂ.61,200/- એમ કુલ મળી કિં.રૂ.7,61,200નો મુદામાલ કબજે કર્યો હતો. એલસીબીએ પકડેલ આરોપીઓ પૈકી રાઠોડ જૈમિન નરેન્દ્રભાઇ ઉ.વ.28 (રહે. ગોગલાસણ, તા.સિધ્ધપુર જી.પાટણ), ઠાકોર જીતેન્દ્ર કુમાર મોહનજી ઉ.વ.40 (રહે. અમુઢ,મોરીયાવાસ,તા.ઉઝા જી મહેસાણા), ઠાકોર મનોરજી રાવતુજી ઉ.વ. 35 (રહે.ડાભી, ઠાકોરવાસ, તા.ઉઝા જી.મહેસાણા), ઠાકોર સુનિલજી કનુજી ઉ.વ.20 (રહે. અમુઢ, ઠાકોરવાસ, તા.ઉઝા જી.મહેસાણા), ઠાકોર સંજયકુમાર ચમનજી ઉ.વ.25 (રહે અમુઢ, ઠાકોરવાસ, તા.ઉઝા જી.મહેસાણા), ઠાકોર કિરણજી સરતાનજી ઉ.વ.23 (રહે.ઓકવી તા.સિધ્ધપુર જી. પાટણ) અને ઝાલા રણજીતસિહ સુરતાનસિહ ઉ.વ.32 (રહે.અમુઢ, તા.ઉઝા જી.મહેસાણા) હોવાનું જાણવા મળ્યું છે તો ઠાકોર અજયજી હિમ્મતજી (રહે. અમુઢ તા.ઉઝા જી મહેસાણા) વાળાને ઝડપી લેવા ચક્રો ગતિશીલ કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે.