તોડકાંડ મામલે યુવરાજસિંહના કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા..

  • 9:58 pm July 24, 2023
તસ્વીર | ધવલ વાજા, ભાવનગર

 

ભાવનગર,

ભાવનગરમાં ડમીકાંડ મામલે નોંધાયેલી ફરિયાદ થયા બાદ તપાસમાં તોડકાંડ સામે આવતા પોલીસે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધી હતી. જેમાં ભાવનગર કોર્ટએ યુવરાજસિંહના શરતી જામીન મંજૂર કર્યા છે.

યુવરાજસિંહ દ્વારા કોર્ટ સમક્ષ રેગ્યુલર જામીન પર મુક્ત થવા અંગે વકીલ મારફતે જામીન અરજી મૂકવામાં આવી હતી. જેમાં બે-ત્રણ વખત મુદત વીત્યા બાદ જામીન અરજીની સુનવણી ભાવનગરના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ દ્વારા યુવરાજસિંહના જામીન મંજૂર કરતો હુકમ ફરમાવવામાં આવ્યો હતો. આ અંગે તેના વકીલે જણાવ્યું હતું કે, તા.22-4-2023ના રોજ યુવરાજસિંહની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ તેને રિમાન્ડ પૂર્ણ થતાં જિલ્લા જેલ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ ચાર્જશીટ દાખલ થતાં અમારા દ્વારા રેગ્યુલર જામીન અરજી મૂકવામાં આવી હતી. આ જામીન અરજી કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે. ગુજરાત નહીં છોડવાની શરતે યુવરાજસિંહને જામીન આપવામાં આવ્યા છે. સાથે પાસપોર્ટ પણ સરેન્ડર કરવામાં આવ્યો છે.