શંખેશ્વરમા જૂની અદાવતમાં ખેલાયો ખૂની ખેલ: બે સગાભાઇઓએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી અગાઉના ઝઘડાનું વેર વાળ્યું..

  • 9:06 pm July 25, 2023
અનિલ રામાનુજ | રાધનપુર

 

પાટણ,

પાટણ જિલ્લા નાં શંખેશ્વર તાલુકાના પાડલા ગામે છ મહિના અગાઉ કૌટુંબિક બે પક્ષો વચ્ચે થયેલ ઝઘડામાં ફાયરીંગ કરનાર આરોપી જેલમાંથી જામીન પર મુકત થઈ પરત પાડલા આવ્યો હતો. અને ગત તારીખ 24 જુલાઈ નાં શંખેશ્વર જઈ બાઈક પર પરત આવી રહયો હતો ત્યારે ફાયરીંગ કરવાની ઘટનાની અદાવતમાં સામેના પક્ષના બે સગાભાઇઓ એ ટ્રેકટર વડે બાઇકને ટકકર મારી નીચે પાડી દઇ ઘાતક હથિયારો વડે હુમલો કરી નિર્મમ હત્યા કરી અગાઉના ઝઘડાનું વેર વાળી ખુની ખેલ ખેલ્યો હતો. હત્યાના આ બનાવને પગલે એકજ સમાજના બે કૌટુંબિક પક્ષો વચ્ચે ફરી વાતાવરણ તંગ બન્યુ હતું અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

બનાવની પ્રાપ્તવિગતો અનુસાર પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના પાડલા ગામેછ મહિના અગાઉ ભટ્ટી સમાજના કૌટુંબિક ભાઈઓના બે પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો જેમાં ઇલીયાસ ઉર્ફે ઇલુ થુંજુમીયા ભટ્ટીએ સરફરાજખાન ઉર્ફે સકુકાલુમીયા ભટ્ટી ઉપર પોતાની પાસે રહેલ ખાનગી રીવોલ્વર થી ફાયરીંગ કર્યું હતું જે અંગેની ફરીયાદ શંખેશ્વર પોલીસ મથકે નોંધાતા પોલીસે ઈલીયાસની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. દમ્યાન છ મહિના બાદ ઈલીયાસ જામીન પર છુટી પરત પાડલા આવ્યો હતો.

દરમ્યાન આજે ઇલીયાસ પોતાના મોટર સાયકલ નં. જીજે-૨૪ એ.ઈ. ૫૦૯૪ લઇ શંખેશ્વર ખાતે પોતાની માતા માટેકેળા લેવા ગયો હતો અને પરત પાડલા આવી રહયો હતો ત્યારે અગાઉની ઝઘડાની અદાવતમાં સરફરાજખાન ઉર્ફે સકુ કાલુમીયા ભટ્ટી અને તેનો ભાઇ સલીમકાલુમીયા ભટ્ટીએટ્રેક્ટર નં. જીજે-૨૪-કે-૯૩૫૪ ચલાવી પાડલા-શંખેશ્વર રોડ પર આવેલ સારકી તલાવડી નજીક બાઇક સાથે જઇ રહેલ ઇલીયાસને ટકકર મારી નીચે પાડી દીધો હતો અને ત્યારબાદ બંને ભાઈઓએ માથાના ભાગેતીક્ષ્ણ હથિયારથી ઘા મારી કરપીણ હત્યા કરી ફરાર થઇ ગયા હતા. અગાઉની અદાવતનો બદલો લેવા ખુની ખેલ ખેલાતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી છે. બનાવ અંગે મૃતકના ભાઇ નુરમહંમદ પુંજુમીયા અલ્ખા ભટ્ટીએ શંખેશ્વર પોલીસ મથકે સરફરાજખાન ઉર્ફે સર્ફ કાલુમીયાભટ્ટી અને સલીમકાલુમીયા ભટ્ટી (રહે. બંનેપાડલા)વિરુધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ૩૦૨, ૩૪, ૧૧૪ મુજબ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા કવાયત હાથ ધરી છે.