રાધનપુર તાલુકાના બાદરપુરાના નદી કાંઠાના રહીશોને સાવચેત કરાયા

  • 9:08 pm July 25, 2023
અનિલ રામાનુજ | રાધનપુર

 

પાટણ,

પાટણ જિલ્લાનાં રાધનપુર તાલુકાના બાદરપુરા ગામમાં બનાસનદીના કાંઠે રહેતા લોકોને સરપંચ દ્વારા મુલાકાત લઈ એલર્ટ રહેવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.હવામાન વિભાગની આગાહી અનુસાર બનાસકાંઠા અને પાટણ જીલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે બનાસકાંઠાના દાંતીવાડા ડેમનું પાણી બનાસન દીમાં છોડવામાં આવ્યુ હોવાની તાલુકા વિકાસ અધિકારી અને તલાટીની સૂચના મળતાં સરપંચ મુકેશભાઈ સોલંકી દ્વારા બનાસનદીના કાંઠે રહેતા લોકોને એલર્ટ કરાયા હતાં.વરસાદના કારણે બનાસનદીમા પાણીની આવક વધી શકે છે. સરપંચ મુકેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે નદીકાંઠે અને નીચાણવાળા વિસ્તારમાં રહેતાં લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. અને ગામમાં શાળામાં લોકોને રહેવાની સગવડ પણ કરી દેવામાં આવી છે.