લિટલ માસ્ટર ઇંગ્લીશ મીડીયમ સ્કુલ લીમડી ખાતે શ્લોક કોમ્પિટિશન રાખવામાં આવી
- 9:10 pm July 25, 2023
પંકજ પંડિત
લિટલ માસ્ટર ઇંગ્લીશ મીડીયમ સ્કુલ લીમડી ખાતે કે જી સેક્શનમાં શ્લોક કોમ્પિટિશન રાખવામાં આવેલ હતી. જેમાં નર્સરી ,જુનિયર કેજી, સિનિયર કેજી તમામ ક્લાસોના બાળકોએ શ્લોકમાં ભાગ લીધો હતો અને શાળાના આચાર્યા મિતલ એન શર્મા દ્વારા કેજી વિભાગના બધા શિક્ષક મિત્રોને શ્લોકનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. જીવનમાં કાર્ય કરવા માટેની શુભ શરૂઆત શ્લોકથી કરવામાં આવે છે તે વિશે બાળકોને સમજ આપવામાં આવી હતી.