હળવદથી ટીકર જવાનો રસ્તો બિસ્માર થતાં રાહદારીઓ પરેશાન

  • 9:32 pm July 25, 2023
અમિત વિંધાણી, હળવદ

 

હળવદ તાલુકાના ટીકર ગામ જવાનો રસ્તો અમરાપર મિયાણી વચ્ચે આવેલી માઇનોર કેનાલ જે બ્રાહ્મણી બે માંથી છૂટી પડતી હોય રાયશીંગપરથી મયાપુર જતી કેનાલના કર્મચારીએ પાકો ડામરનો રસ્તો તોડીને રસ્તો બીસમાર હાલત જેવો કરી નાખ્યો છે જાણીતા લોકો ખાડાને પાર કરી શકે  પણ અજાણ્યા વાહન ચાલકો માટે અકસ્માત થવાનું જોખમ છે અને રોડ પર ખાડા પડવાથી ઘણા બધાને ફેક્ચર થઈ ગયા છે. કેનાલ વાળાએ રોડ પાર કરવાની મંજૂરી લીધી છે કે કેમ?  તો ઝડપથી તંત્ર દ્વારા રોડ પર થયેલા ખાડાનું સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.