પરણિત યુવકે વિધવા મહિલા સાથે છેતરપિંડી કરી લગ્ન કરતા વડોદરાથી વિજયનગર પહોંચેલી મહિલાના વ્હારે આવી અભયમ
- 9:39 pm July 25, 2023
- પ્રતિકાત્મક તસવીર
સાબરકાંઠા,
સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના એક પરણિત યુવકે વડોદરાની વિધવા મહિલા સાથે પોતે કુંવારો છે તેમ કહી છેતરપિંડી કરીને લગ્ન કરતા મહિલા વડોદરાથી વિજયનગર પહોંચતા અભયમ વ્હારે આવી હતી.
વિગત કંઈક એવી છે કે વિજયનગરમાં પોતાના ગામમાં જ પ્રેમલગ્ન કરી એક દીકરીનો બાપ રોજગારી મેળવવા વડોદરા ગયો હતો. ત્યાં તે ખાનગી ક્ષેત્રે નોકરી કરતો હતો. અને તેની પત્ની, માતા/પિતા અને દીકળી પોતાના વતનમાં રહેતા હતા. આ યુવક જ્યાં નોકરી કરતો હતો ત્યાં વડોદરાની એક વિધવા મહિલા પણ નોકરી કરતી હતી. બંને વચ્ચે વાતચીત દરમિયાન મિત્રતાના સબંધો બંધાયા હતા.
આ પરણિત યુવકે વિધવા મહિલાને પોતે કુંવારો છે અને તેણીની સાથે જીવન વીતાવવા માંગે છે તેવી ખોટી વાતો કરી વિશ્વાસ કેળવ્યો હતો.વિધવા મહિલા આ યુવકના ભરોસામાં આવી ને તેના સાથે લગ્ન કરવા માટે પોતાના માતા પિતાની સંમતિ પણ મેળવી લીધી હતી.
એક દિવસ અચાનક મહિલાને આ યુવક પરણિત છે અને તેને એક દીકરી પણ છે તે જાણ થતા તેના સંપર્ક માટે વિવિધ પ્રયત્નો કર્યા પરંતુ ફોન બંધ અને સંપર્ક ન થતા તે વડોદરાથી વિજયનગર આવી પહોંચી હતી. ત્યાં આ યુવક અને તેના પરિવારે આ વિધવાને મારઝૂડ કરવાના પ્રયત્નો કરતા પીડિતાએ અભયમને કોલ કરી મદદ માંગી હતી. અભયમ ઘટના સ્થળે પહોંચીને સમગ્ર ઘટનાની જાણ મેળવ્યા બાદ પરણિત યુવકને કાયદાનો પાઠ ભણાવી પોલીસના હલાવે સોંપ્યો હતો.તેમજ વિધવા મહિલાને સુરક્ષિત જગ્યાએ આશરો આપવામાં આવ્યો હતો.