ઉચ્છલ તાલુકાનાં નારણપુર ગામે સાવરપાડા ફડીયાનો રસ્તો બિસ્માર
- 9:41 pm July 25, 2023
જબ્બાર પઠાણ | તાપી
તાપી,
ઉચ્છલ તાલુકાના નારણપુર ગામ ના સાવરપાડા ફળીયા તરફ જતા રસ્તા પર ગટર લાઈનનું કામ કરવામાં આવ્યું છે. જેના લીધે રસ્તો કાદવ કીચડ વાળો વન્યો અને ખુલ્લી અધૂરી ગટર લાઇનથી સ્થાનિકો વિદ્યાર્થીઓ રાહદારીઓ ભર ચોમાસે જીવના જોખમે કાદવ કીચડ વાળા રસ્તેથી પસાર થવા મજબૂર બન્યા છે. આ બાબતે પંચાયતમા અવાર નવાર રજૂઆત કરવા છતાં કામનું નિરાકરણ નહીં આવતા સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. શું તંત્ર કોઈને જાનહાનિ થવાની રાહ જોઈ બેઠું છે કે કોન્ટ્રાક્ટર સાથે મીલીભગતની કામગીરી તો નથી? રોજે રોજ અવરજવર કરતાં વિધાર્થી, ગ્રામજનો, રાહદારીઓ કાદવ કીચડ વાળા રસ્તેથી જવા મજબુર બન્યા છે. વહેલી તકે ગટર તેમજ રસ્તાની મરામત કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ.