ભાવનગરમાં જિલ્લા કક્ષાના સ્વતંત્ર્ય પર્વની ઉજવણી ગારિયાધાર ખાતે થશે
- 10:09 pm July 25, 2023
ભાવનગર,
આગામી તા.૧૫મી ઓગષ્ટ, ૨૦૨૩ ની સ્વાતંત્ર્ય દિનની ભાવનગર જિલ્લા કક્ષાની ગારિયાધાર ખાતે થશે. જ્યાં રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરિયાની અધ્યક્ષતામાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. ઉજવણીની તૈયારી સંદર્ભે જિલ્લા કલેકટર આર. કે. મહેતાએ તૈયારીઓ અંગે બેઠક યોજી હતી. કાર્યક્રમના સુચારૂ આયોજન માટે તેમણે વિવિધ વિભાગો પાસેથી માહિતી મેળવી હતી અને જરુરી માર્ગદર્શન આ બેઠકમાં આપ્યું હતું. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર બી. જે. પટેલ, પ્રાંત અધિકારી એચ. એમ. ઝણકાટ, ડી.વાય.એસ.પી. આર. વી. ડામોર, પાલીતાણા ડી.વાય.એસ.પી. મિહિર બારૈયા, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.