અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ફૂલ સ્પીડે કાર હંકારી નશેબાજે ઘરમાં ઘુસાડતા દોડધામ મચી..

  • 10:18 pm July 25, 2023
રિઝવાન સોડાવાલા | ભરૂચ

 

ભરૂચ,

અંકલેશ્વરના કોસમડી ગામની સાંઈ દર્શન રેસીડેન્સીમાં રહેતો મહેન્દ્રસિંગ છોટેસિંગ રાજવત ગતરોજ બપોર બાદ કાર નંબર-જી.જે.૧૬.ડી.જી.૯૯૨૯ લઇ અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાંથી ફૂલ સ્પીડમાં કાર હંકારી પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન બે કાબુ કાર એક મકાનમાં ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતને પગલે દોડધામ મચી જવા પામી હતી જો કે આ ઘટનામાં કોઈને પણ જાનહાની નહિ થાત સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. જયારે સ્થાનિકો કાર ચાલકને જોતા તે નશાની હાલતમાં હોવાનું જણાઈ આવ્યું હતું અને કારમાં રહેલ ગ્લાસમાં કેફી પ્રદાર્થ જેવું પ્રવાહી મળી આવ્યું હતું રહીશોએ નશેબાજ કાર ચાલકને અંકલેશ્વર એ ડીવીઝન પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.