કરજણ નગરપાલિકાના મહિલા સફાઈ કર્મચારીની પત્રકાર સાથે દાદાગીરી..

  • 11:06 pm July 25, 2023
મુકેશ અઠોરા | કરજણ

 

વડોદરા,

કરજણ નવાબજાર વિસ્તારમાં આવેલા બસ ડેપો પાસે ઠાકોર વાસ બાપુ ચિકન ની પાસે જાહેર રસ્તામાં નગરપાલિકા ના સફાઈ કર્મચારીઓ દ્વારા જાહેર રોડ પર કચરો નાખી ગંદકી ફેલાવતા જાગૃત નાગરિક અને પત્રકાર મુકેશ અઠોરા સમાચાર કવરેજ કરતા નગરપાલિકા ના મહિલા સફાઈ કર્મચારી જાહેર માર્ગ પર કચરો નાખતા કેમરામાં કેડ થતા મહિલા સફાઈ કર્મચારી પત્રકાર સાથે ગેર વ્યવહાર કરી અભદ્ર શબ્દો નો વ્યવહાર કરવામાં આવ્યો હતો. ઠાકોરવાસ ની આસપાસ ના રહીશોને આ ગંદકી બાબતે ત્રાહિમામ પુકારતા મીડિયાને બોલાવવાની ફરજ પડી હતી. મીડિયા કર્મચારી સાથે મહિલા સફાઈ કર્મચારી એ કરી લુખ્ખી દાદાગીરી અને ગેર વર્તણૂંક વ્યવહાર કર્યો હતો.દાદાગીરી કરીને મહિલા કર્મચારી જણાવે છે કે તમારાથી થાય તે કરી લો,હું અહીંયા જ કચરો નાખીસ તમારાથી આ વિડીયો ફોટા જ્યાં મોકલવા હોય ત્યાં મોકલી દો.અમારું કોઈ બગાડી શકવાનું નથી તેવો પત્રકાર સાથે દૂર વ્યવહાર કરવામાં આવ્યો છે. તો આ મહિલા સફાઈ કર્મચારી પર આવા ગંદકી કરવા અને દાદાગીરી કરવા પાછળ કોના છુપા આશીર્વાદ છે? કોણે આટલો પાવર આપ્યો છે?જો આવા સફાઈ કર્મચારી મહિલા મીડિયા કર્મી સાથે દૂર વ્યવહાર કરે તો સામાન્ય પ્રજા સાથે કેવો વ્યવહાર કરતા હશે તે એક મોટો સવાલ છે. શુ કરજણ નગરપાલિકાના અધિકારી આ મહિલાને કાયદાકીય દંડ કરશે કે પછી.......?