સોનગઢ માંડલ ટોલનાકા પાસેથી દારૂની ખેપ મારતા ત્રણ ઇસમો ઝડપાયા; કુલ 1.34.000નો મુદ્દામાલ જપ્ત જ્યારે ત્રણ વોન્ટેડ

  • 9:42 pm July 26, 2023
જબ્બર પઠાણ

 

સોનગઢનાં માંડળ ટોલ નાકા પાસેથી ત્રણ જણાને દેશી તથા વિદેશી દારૂનાં જથ્થા સાથે ઝડપી પોલીસે   કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફનાં માણસો માંડળ ટોલ નાકા પાસેનાં સુરત ધુલિયા નેશનલ હાઇવે નંબર-53 પર વાહન ચેકીંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે ત્રણ અલગ અલગ બાઇક જેમાં સફેદ કલરની હોંડા કંપનીની એકટીવા બાઈક નંબર GJ/26/S/5561, કાળા કલરની હીરો હોંડા કંપનીની સ્પ્લેન્ડર બાઈક નંબર GJ/19/E/9730 અને કાળા કલરની હોંડા કંપનીની એકટીવા બાઈક નંબર GJ/19/AQ/9795ને રોકી તેમના પાસેથી ભારતીય બનાવટની દેશી તથા વિદેશી દારૂની કુલ 246 નંગ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 18,600/- હતી. આમ, પોલીસે દેશી તથા વિદેશી દારૂનો જથ્થો અને ત્રણ બાઇક મળી કુલ રૂપિયા 1,34.000-નો મુદામાલ કબ્જે કરી 1.વિપુલ વસંતભાઈ ગામીત (રહે.આછલવા ગામ, તા.સોનગઢ), 2.દિનેશ રામાભાઇ વળવી (રહે.ખાબદા ગામ, આશ્રમ ફળિયું, ઉચ્છલ) અને 3.અર્જુન સુરેશભાઈ ચૌધરી (રહે.નવી વસાવત, કાનપુર, વ્યારા) ત્રણેય બાઈક ચાલકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જ્યારે દારૂનો મુદ્દામાલ પૂરો પાડનાર 1.નવાપુર મચ્છી માર્કેટમાં આવેલ સ્ટાર વાઇન શોપમાંથી મુકેશ જેસવાલ (રહે.નવાપુર), 2.નવાપુરનાં એમ.ડી. વાઈન શોપમાં કામ કરતો જગન અને 3.પ્રોહી. મુદ્દામાલ મંગાવનાર રોહિત રાઠોડ (રહે.બારડોલી, જિ.સુરત) પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.