જંબુસર તાલુકાના કાવી ગામે લાખોના ખર્ચે બનાવેલ જિલ્લાનુ સૌથી મોટુ તળાવ તૂટ્યું..

  • 10:31 pm July 26, 2023
રિઝવાન સોડાવાલા | ભરૂચ

 

ભરૂચ,

આજે સુંદર દ્રસ્ય જંબુસર તાલુકા ના કાવી કામે આવેલ વોટરશેડ તળાવ નું છે. જેની સુંદરતા ખુબ અનેરી લાગે છે.  અહીં વિદેશી પક્ષીઓ પણ આવે છે. આ સરસ મજા નો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. કાવી ગામે જે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠર બનવવા માં આવ્યો હતો પણ હાલ આ જગ્યા પર આ સુંદરતા નથી રહી. ખેડૂતો ના જણાવ્યા અનુસાર કોન્ટ્રાક્ટર ની લા પરવહી ના લીધે ખેડૂતો ને મોટુ નુકશાન થયું છે. અને આ સુંદરતા અડ્ર્સ્ય થઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ જંબુસર ના કાવી ગામે વોટર સેડ નું કામ કરવામાં આવ્યું હતું જેમાં પ્રધાન મંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠર કાવી ગામે કામ કરવામાં આવ્યું હતું. જેમ સરકાર શ્રી તરફથી 43,54,500 રૂપિયા ની ગ્રાન્ટ મંજૂરી કરવામાં આવી હતી જેમાં   તળાવ અને 1 આઉટલેટ 2 ચેકડેમ  આમ કુલ 3 કામો કરવાનાં હતા. આમ કુલ ટોટલ 43 54 500 ની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી જેમાં  આ ટેન્ડર કાવી ગામનાજ વક્કાર આઈ પટેલે ભર્યું હતું. ત્યારબાદ તેમનું ટેન્ડર પાસ થયું હતું. જેમાં 5% લેખે રૂપિયા 21,7725 સિક્યુરિટી ડિપોઝીટ SD ફક્ત એફડીઆર ના રૂપે વોટર શેડ કમિતિ કાવી ને ચૂકવવાના હતા પણ તેમાં કોન્ટ્રાકટર દ્વારા નહિ ભરાતા  વોટર સેજ કમિતિ એ કોન્ટક્ટર વક્કાર આઈ પટેલ ને નોટિસ આપી હતી અને દીન 7 માં અત્રે જમા કરાવી અને કામ શરૂ કરવાની શરતે વર્ક ઓડર આપવામાં આવે છે. જો સમય મર્યાદા માં સિક્યુરિટી ડિપોઝિટ SD જમાં કરવવામાં નહિ આવે તો  વર્ક ઓર્ડર રદ ગણવામાં આવશે  તેવી નોટિસ તારીખ 10/05/23 ના રોજ આપી હતી પણ તેના પર આ કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ ધ્યાન ન આપતાં અને કામ ન ચાલુ કરતા વોટર સેજ ની લગભગ 25 હેક્ટર જમીન માં બનાવેલ તળાવ નું પાણી દરિયામાં વહી ગયું હતું. જેથી ત્યાંના ખેડૂતો માં રોષ જવામાં મળ્યો હતો અને કહ્યું હતું કે રાજ્યકીય રીસ રાખી આ કામ કરવામાં ન આવતા આજે આ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

જયારે વોટરશેડ સમિતિ ના પ્રમુખ ને આ વિષે પૂછતાં તેઓ એ પણ કોન્ટ્રાક્ટર વક્કાર આઈ પટેલ દ્વારા સમયસર કામ ન થતા આ નુકશાન થયું છે તેમ જાણવાયું હતું.

જયારે આ વિષે કોન્ટ્રાક્ટર સાથે ટેલિફોનિક વાત કરવામાં આવી તો તેમણે જણાવ્યું હતું કે આ ટેન્ડર પાસ થયા પછી અમે આ જગ્યાની ચકાસણી કરી તો આ જગ્યા કાવી ગામથી બે થી અઢી કિલોમીટર દૂર છે અને રસ્તો બરાબર નથી. આ વાત ની રજુવાત અમે અમારા વોટરશેડ ના સાહેબ ને કરી છે. કે રસ્તો બનવી આપો તો કામ ચાલુ શરૂ કરૂ પણ રસ્તો ન બનવતા અમે કામ ચાલુ ન કર્યું અને અમને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી હતી તેને લઈ અમે આ કામ કર્યું નથી. અને વોટર સેજ ના સાહેબ ને લેખિત લખીને ને આપ્યું છે. તેવી કોન્ટ્રાકટર દ્વારા અમે જાણવા મળ્યું હતું.

જયારે વોટરશેડ ના અધિકારી સાથે ટેલિફોનિક વાત કરી ત્યારે વોટરશેડ ના કામ વિષે પૂછવામાં આવ્યું તો તેમણે પણ કોન્ટ્રાક્ટર કામ કરતો નથી અમે વારંવાર કોન્ટ્રાક્ટર ને કહ્યું પણ કામ ચાલુ નથી કરતો કોન્ટ્રાક્ટર અને હવે વોટર સેડ ની કમિટી પર બધું છોડ્યું છે. એ જે નિર્ણય લે એ ખરૂં  તેમ વોટર સેડ ના સાહેબે જાણવાયું હતું. પણ જો આ તમામ બાબતો જોઈએ તો બધાજ બધાનો જવાબ આપી ખસી ગયા પણ આ જે નુકશાન થયું છે. તેમાં જિમ્મેદાર કોણ? અને કોણ સજાને પત્ર છે. કોન્ટ્રાક્ટર કે પછી વોટરશેડ ના અધિકારી કે પછી વોટરશેડ કમિતિ આ તમામ તપાસ હવે તંત્ર કરે જેથી ખેડૂતો ની સુખાકારી ને નુકશાન પહચાડ્યું છે. જયારે આપનો દેશ ખેતી પ્રધાન દેશ હોય અને સરકાર લાખ્ખો રૂપિયા ખેડૂતો ની સુખાકારી માં ખર્ચ કરતી હોય તો આની પાછળ ના જવાદાર ની યોગ્ય કાર્યવાહી કરી સજા આપે તેવી લોકો માંગ ઉઠવા પામી છે. અને આની તપાસ વિઝીલેન્સ દ્વારા થવી જોઈએ જેથી નિષ્ક્રિયતા દાખવાનર ને યોગ્ય સાંજ મળે.