સુરત પોલીસ દ્વારા યાત્રીની સુવિધા માટે હેલ્પ ડેસ્ક શરૂ કરાયું
- 10:33 pm July 26, 2023
સુરત,
સુરતનાં રેલવે સ્ટેશનને બસ સ્ટેશન પાસે સુરત પોલીસ દ્વારા હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે. જેમાં શહેર આવતા યાત્રીઓને યોગ્ય માહિતી મળી રહે તે હેતુથી શરૂ કરવામાં આવ્યો છે. જેમાં સ્થાનિક પોલીસ સ્ટેશન અને ટ્રાફિકના બે કર્મચારી 24 કલાક કાર્યરત રહેશે. સુરત શહેર દિવસ દિવસે પોતાની નવી ઓળખ સાથે અને નવા વિકાસના કાર્ય સાથે આગળ વધી રહ્યું છે.ત્યારે સુરત શહેરમાં અન્ય રાજ્યમાંથી આવતા યાત્રીઓને કોઈ અસામાજિક તત્વો દ્વારા ગેરમાર્ગે દોરીને લૂંટી નહીં લે અને વધુ નાણાં નહીં પડાવે તે અર્થે સુરત રેલ્વે સ્ટેશનની બહાર આઉટ ગેટની બાજુમાં હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે.રેલવે સ્ટેશન બહાર બનાવવામાં આવેલા હેલ્પડેસ્કનું સુરતના પોલીસ કમિશનર અજય તોમર દ્વારા કરવામાં આવ્યું હતું. આ હેલ્પ ડેસ્ક 24/7 યાત્રીઓ માટે ખુલ્લું રહેશે. જેમાં સીટી બસની કેમ અન્ય શહેરની માહિતી પણ આ ડેસ્ક ઉપલબ્ધ કરવામાં આવશે. તે માટે પોલીસ કમિશનરે સ્થાનિક પોલીસ સ્ટેશન મહિધરપુરાના પી.આઈ જીતુ ચૌધરી અને ટ્રાફિકના રિજિયન 2 મદદનીશ પોલીસ કમિશનર વિનોદ ગામીતના સંકલનથી ત્રણ પોલીસ કર્મચારી ફરજ બજાવશે. યાત્રીઓને જરૂરી માર્ગદર્શન અને તેમન માલ સામાન ચોરાઈ જાય તેની કયા પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાઈ શકાય છે તેની જાણકારી આપશે અને કઈ ટ્રેનમાં કે કઈ બસમાં તમે જઈ શકો છો એની પણ માહિતી ડેસ્કથી ઉપલબ્ધ કરવામાં આવશે.