ભાવનગર શહેરમાં ડિસ્ટર્બ્ડ એરિયાસ એક્ટ (1991) લાગુ: રાજ્ય સરકારે નોટિફિકેશન જારી કરી વિવિધ વિસ્તારોને અશાંત વિસ્તાર જાહેર કર્યા

  • 11:02 pm July 26, 2023

 

ભાવનગર,

28 વિસ્તારોના વિવિધ સર્વે નંબરમાં આવેલી સ્થાવર મિલકતો પ્રાંત અધિકારીની પૂર્વમંજૂરી વિના ટ્રાન્સફર કરી શકાશે નહીં

ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા આજ તા.૨૬/૦૭/૨૦૨૩ ના રોજ ભાવનગર શહેરના ચોકકસ વિસ્તારોને Disturb Areas Act – 1991 (Gujarat Prohibition Immovable Property and Provision for Protection of Tenants from Eviction from Premises in Disturb Areas Act – 1991) હેઠળ અશાંતવિસ્તાર જાહેર કરવામાં આવેલ છે. જેથી શીડયુલ મુજબના વિસ્તારો તારીખ તા.૨૬/૦૭/૨૦૨૩ થી તા.૨૫/૦૭/૨૦૨૮ સુઘી અશાંત વિસ્તાર હેઠળ સમાવિષ્ટ થાય છે. આ સમયગાળા દરમ્યાન આ વિસ્તારોમાં આવેલી સ્થાવર મિલ્કતોની તમામ તબદીલીઓ પ્રાંત અઘિકારી અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, ભાવનગરની પૂર્વ પરવાનગી વગર કરવામાં આવશે તો આ તમામ તબદીલીઓ રદબાતલ ગણવામાં આવશે.

ઉકત જાહેર કરાયેલ સમયગાળા દરમ્યાન શીડયુલ મુજબના વિસ્તારોમાં સ્થાવર મિલ્કતના વેચાણ અંગે પ્રાંત અઘિકારી અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, ભાવનગરની પૂર્વ પરવાનગી મેળવવાની રહે છે. જેની જાહેર જનતાએ નોંઘ લેવા વિનંતી છે.