વાહન ચોરીનો ભેદ ઉકેલાયો: ગાંધીધામ ખાતે રહેતા મૂળ વારાહીનાં કુખ્યાત ગુનેગારની ધરપકડ
- 8:36 pm July 27, 2023
પાટણ,
ભુજ એ ડિવિઝન પોલીસ એ ગાંધીધામ ખાતે રહેતા મૂળ પાટણ જિલ્લાના વારાહી નાં શખ્શ ની ધરપકડ કરીને વાહનચોરી નાં અલગ અલગ આઠ ગુન્હાઓ નો ભેદ ઉકેલ્યો હતો.વાહન ચોરીનો ગુના ને અંજામ આપનાર મૂળ વારાહી નાં આરોપી દિનેશ ઉર્ફે ટીનો હેંગાભાઈ ભરવાડ (ઉંમર વર્ષ 28 રહે ,કાર્ગો યાદવનગર ગાંધીધામ) ને પકડી પૂછપરછ કરતા ભુજમાં ગુજરાત ઇકોલોજી ગાઈડ ઓફિસન પાર્કિંગ માંથી બાઈકની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું.જેના પગલે વધુ પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે ગાંધીધામ આદિપુર વિસ્તારમાંથી અન્ય પાંચ બાઇક ઉપરાંત જિલ્લા બહાર બે વાહનો ની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
આરોપી અલગ અલગ વિસ્તારમાં ફરતો હતો અને કોઈપણ ટુ વ્હીલર માં ચાલક ચાવી મૂકીને ગયો હોય અથવા ભૂલી ગયો હોઈ તેવી ટુ વ્હીલર નો મોકો જોઈ તે જ ચાવી લગાવી ચોરી કરી જતો હતો. આરોપી પાસેથી 3.9 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. ટીનો ગાંધીધામ અને બી ડિવિઝન પોલીસમાં દાખલ થયેલા બાઇક ચોરીના ગુનામાં ફરાર છે તેમજ રાધનપુર માં વાહન અને ગાંધીધામ ઘરફોડ ચોરીમાં ચોપડે ચડી ચૂક્યો છે.
કચ્છના અલગ અલગ વિસ્તારમાં ફરી દ્રિચક્રી વાહનમાં પડેલી ચાવી વાળા વાહનો ચોરી જવાની ટેવ ધરાવતો મૂળ વારાહીનો અને હાલે ગાંધીધામ રહેતો 28 વર્ષીય દીનેશ ઉર્ફે ટીનો હેગાભાઇ ભરવાડ નામના આરોપીને ભુજ એ ડિવિઝન પોલીસે નેત્રમ.સી.ટી.વી.કમાન્ડ એન્ડ કંટ્રોલના કેમેરાઓનો ઉપયોગ કરીને ઝડપી પાડ્યો હતો. કુલ છ દ્રિચક્રી વાહન અને બે અન્ય વાહન ચોરીના કેસના આરોપી પાસેથી ચોરાયેલા ચાર સ્કૂટર અને એક બાઈક મળી આવતા તેના સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.