ઈડર તાલુકાના ગંભીરપુરા ખાતે દરબાર આશ્રમના પટાંગણમાં ગૌકથાનું આયોજન કરાયું

  • 8:40 pm July 27, 2023
જાકીર મેમણ‌‌‌

 

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ગંભીરપુરા ખાતે આવેલ દેવ દરબાર આશ્રમના પટાંગણમાં ગૌકથાનું આયોજન કરવામાં આવ્યું જ્યારે લાલપુર ખાતેથી ભવ્ય પોથી યાત્રા નીકળી હતી. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ગંભીરપુરા ગામે સ્વયંભૂ રામેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં જીવન સમર્પિત કરનાર બ્રહ્મલીન સ્વામી મહામંડલેશ્વર ૧૦૦૮ કૃષ્ણાનંદજી સરસ્વતી અને મહંત બ્રહ્મલીન ૧૦૮ સ્વામી ઓમાનંદ સરસ્વતી તથા સ્વામી તીર્થગીરી મહારાજ તેમજ ગાદીપતિ મહંત  સ્વામી મંગલપુરી મહારાજના સાનિધ્યમાં આ પાવન રામેશ્વર દેવ દરબાર આશ્રમ જે સંતોની ભૂમિ છે ત્યાં શ્રાવણ અધિક માસમાં ગૌકથાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તા.૨૪ જૂલાઈથી ૩૦ જૂલાઈ સુધી આ ગૌકથા ચાલનાર છે.

જેમાં કથાના મુખ્ય યજમાન તરીકે અશોકભાઈ રેવાભાઈ પટેલ (સરપંચ, લાલપુર પંચાયત) અને તેમના પરિવાર તરફથી રૂ.૨,૫૧,૦૦૦/- નું દાન ગૌકથા માટે આપવામાં આવ્યું છે અને અશોકભાઈ પટેલના નિવાસસ્થાન લાલપુર ખાતેથી પોથીયાત્રાનું પ્રસ્થાન તારીખ ૨૪ જુલાઈ ૦૨૩ ના સોમવારના રોજ સવારે ૮ કલાકે  કરવામાં આવ્યું હતું આ પોથીયાત્રા લાલપુર ખાતેથી વાજતે ગાજતે અને રંગેચંગે કાઢવામાં આવી હતી અને આ પોથી યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા અને પોથી યાત્રા લાલપુર ગામથી નીકળી ઈડર ગંભીરપુરા ગામ પાસે આવેલ દેવદરબાર રામેશ્વર આશ્રમ મુકામે પહોંચી હતી અને પોથીનું પૂજન કરવામાં આવ્યું હતુ ત્યારબાદ કથા પ્રારંભ કરવામાં આવી હતી જ્યારે આ કથાના બીજા સહ યજમાન તરીકે રબારી વઘાજીભાઈ હોથીજી અને તેમના પરિવાર તરફથી રૂ.૧,૦૧,૧૧૧/- નું કથામાં દાન આપવામાં આવ્યું છે ત્યારે આ કથામાં બીજા દાનવીરો દ્વારા દાન આપી આ ગૌકથામાં સહયોગ આપ્યો છે.

જ્યારે ઈડર વડાલીના ધારાસભ્ય રમણલાલ વોરાની કથામાં વિશેષ ઉપસ્થિતિ રહી હતી અને આ કથામાં ભાવિક ભક્તો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા પરંતુ સાથે સાથે ગંભીરપુરાના યુવાનો પણ આ ગૌકથામાં સેવામાં જોડાઈ કાર્યક્રમને સફળ બનાવવાનું બીડું ઉઠાવ્યું છે.