પાંચ જિલ્લાની જીવાદોરી સમાન ધરોઈ ડેમની જળ સપાટી 81% ટકા કરતાં વધારે ભરાયો

  • 8:50 pm July 27, 2023
જાકીર મેમણ‌‌‌

 

ડેમમાં હાલ પાણી ની આવક 8000 ક્યુસેક, હાલનું જળસ્તર 617.17 ફૂટ, ભયજનક લેવલ 622 ફૂટ છે. આગામી દિવસોમાં ઉપરવાસમાં ભારે વરસાદ અને પાણીની આવક વધે તો ધરોઈ ડેમ છલકાઈ શકે તેવી સ્થિતિને લઈને સાબરકાંઠા જિલ્લા કલેકટર દ્વારા લેટર જાહેર કરાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદ અને પાણીની આવક થતાં નોંધપાત્ર થવાના કારણે એલર્ટ આપવામાં આવેલ છે. આગામી સમયમાં સાબરમતી નદીમાં પાણી છોડવાની સંભાવનાને લઈ એલર્ટ આપવામાં આવ્યું છે. નદી કિનારાના લોકોને સાવચેતી તેમજ તકેદારી  અને જરૂર જણાય તો સ્થળાંતર બાબતે તંત્રને સૂચનાઓ અપાઈ છે. જવાબદાર અધિકારીઓને ડેમના સતત સંપર્કમાં રહી પાણીની આવક જાવક વિગતો મેળવી તમામ તકેદારીના પગલાં લેવાના આદેશ અપાયા આપય છે.