ફતેપુર વનમાલા ગામના ખેડૂતોને હલકી ગુણવત્તા યુક્ત ખાતર આપી છેતરપિંડી કરતા ખેડૂતોમાં ભારે નારાજગી..

  • 8:51 pm July 27, 2023
વસિમ મેમણ | તિલકવાડા

 

ગુજરાતી ભાષામાં કહીએ તો ખેડૂતએ જગતનો તાત કહેવાય. ખેડૂતને ભારત દેશનો આધાર સ્થંભ પણ કહેવાય છે. ખેડૂત ભારે મહેનત કરીને દેવું કરીને ખેતી કરતા હોય છે અને સારા ઉત્પાદન માટે પૈસા વ્યાજે લાવીને પણ ખાતર અને બિયારણની ખરીદી કરતા હોય છે આ ખેડૂતો માટે ગુજરાત સરકાર તરફથી પણ અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેથી કરીને ખેડૂતો સધ્ધર થાય અને દેશ પ્રગતિના પથ પર આગળ વધી શકે પરંતુ આ જગતના તાત ખેડૂત સાથે જ છેતરપિંડી થાય ત્યારે ખેડૂતો દયનિય હાલતમાં મુકાતા હોય છે આવીજ એક ઘટના સામે આવી છે.

આ ઘટનામાં હાલ ચાલુ ચોમાસાની સિઝન દરમિયાન ફતેપુર વનમાંલા ગામ ના ખેડૂતોને હલકી ગુણવત્તા વારુ ખાતર આપી દેવામાં આવેલ હોવાની ખેડૂતો દ્વારા આક્ષેપ લગાડવામાં આવ્યો છે ફતેપુર વનમાલા ગામના અંદાજિત 10 જેટલા ખેડૂતો છે તો આસ પાસ ના વિસ્તાર માં પણ કેટલાક ખેડૂતો વોરા ગામની ખાતરની દુકાનમાંથી ખેતી માટે ખાતર લાવ્યા હતા પરંતુ એ ખાતર ખેતરમાં નાખ્યા બાદ કોઈ પણ પ્રકારની અસર નહીં થવાથી ખેડૂતોએ દુકાનદારને તથા ખાતર કંપની ના અધિકારીઓ ને જાણ કરી હતી પરંતું તેમના તરફથી યોગ્ય જવાબ નહીં મળવાને કારણે ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે અને પોતાનો આક્રોશ વ્યક્ત કરતા ખેડૂતો દ્વારા દુકાનદાર તથા ખાતર કંપનીના અધિકારીઓ પાસેથી નુકસાનીનું વળતર ચૂકવવા માટે માંગ કરવામાં આવી રહી છે હવે જોવું એ રહ્યું કે શુ આ દુકાનદાર કે ખાતર કંપની વિરુદ્ધ કોઈ કાર્યવાહી થશે ? શુ ખેડૂતોને તેમનું વળતર મળશે ? શુ જગતના તાંત ને ન્યાય મળશે ?