રાધનપુરમાં આદિવાસી અને દલિત સમાજ દ્વારા વિશાળ રેલી યોજાઈ

  • 9:09 pm July 27, 2023
અનિલ રામાનુજ | રાધનપુર

 

પાટણ,

પાટણ જિલ્લા નાં રાધનપુર ખાતે આદિવાસી અને દલિત સમાજ દ્વારા વિશાળ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રાધનપુર ખાતે આવેલ ગાંધીચોકથી લઈને તાલુકા સેવા સદન રાધનપુર સુધી સતત 2 કિલોમીટર નાં અંતર માં ભવ્ય રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમા પાટણ જિલ્લાનાં ચાર તાલુકા એવા રાધનપુર, સાંતલપુર, વારાહી, હારીજ અને સમી તાલુકાનાં આદિવાસી અને દલિત સમાજના લોકો જોડાયા હતા. આદિવાસી અને દલિત સમાજના લોકો રાધનપુર ખાતે વિશાળ જન સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ ગાંધીચોકથી નવીન તાલુકા સેવા સદન સુધી ભવ્ય વિસાળ રેલી કાઢી મણીપુરમાં બનેલી દુઃખદ ઘટનાને લઇને દીકરીઓ પર કરેલા અત્યાચારને લઇને મામલતદારને આવેદનપત્ર આપવા પહોચ્યા હતા.

આદિવાસી સમાજ અને દલિત સમાજ ના અગ્રણીઓ બહેનો યુવાઓ સહિત સમગ્ર ચાર તાલુકાના લોકો મોટી સંખ્યામાં રેલી માં જોડાયા હતા સાથે સાથે માંગણી કરવામાં આવી કે આદિવાસીઓ નાં દીકરી ઉપર કરેલા અત્યાચાર નાં આરોપી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને આવા આરોપીઓને ફાંસી ની સજા થવી જોઈએ જેને ચાર તાલુકા નાં લોકોએ રાધનપુર તાલુકા સેવા સદન ખાતે મામલતદાર ને આવેદનપત્ર આપ્યું હતું. યોજાયેલ ભવ્ય રેલીમાં સમગ્ર ચાર તાલુકા રાધનપુર વારાહી હારીજ અને સમી તાલુકાના આદિવાસી સમાજના લોકો અને દલિત સમાજના લોકોએ કાળી પટ્ટી ધારણ કરીને રેલી દરમિયાન વિરોધ પ્રદર્શન કર્યું હતું. આરોપીઓ ના વિરોધમાં સુત્રોચાર કરી ફાંસી આપવાની  માંગ કરવામાં આવી હતી. તેમજ મણીપુર માં બનેલ દુઃખદ ઘટના ને લઇને આદિવાસી સમાજ તેમજ દલિત સમાજ માં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ભવ્ય રેલી દરમિયાન લોકોએ અલગ અલગ બેનર માં સૂત્ર લખવામાં આવ્યા સાથે સાથે રેલી દરમિયાન લોકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દુઃખદ ઘટના ને લઇને રાધનપુર મામલતદાર  ને ચાર તાલુકા નાં આદિવાસી અને દલિત સમાજ ના લોકો દ્વારા રેલી બાદ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.