પાટણ જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને જીલ્લા સ્વાગતનું આયોજન
- 9:09 pm July 27, 2023
પાટણ,
પ્રજાના પ્રશ્નોને વાચા મળે તે માટે રાજ્ય સરકારે ગ્રામીણ સ્તરેથી લઈ રાજ્ય સરકાર સુધી સ્વાગત કાર્યક્રમ અમલમાં મુકેલો છે. આજે પાટણ જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટર અરવિંદ વિજયનના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાભરમાંથી આવેલા 10 જેટલા અરજદારોના પ્રશ્નોને જિલ્લા કલેકટરે રૂબરૂ સાંભળીને તે તમામ પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ થાય તે માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
પાટણ જિલ્લા કચેરી કલેકટર કચેરીએ 10 જેટલા અરજદારો પોતાના પ્રશ્નો લઈ જિલ્લા સ્વાગતમાં ઉપસ્થિત રહ્યા હતા. આજના સ્વાગત કાર્યક્રમ અંતર્ગત પાણીના પ્રશ્નો, જિલ્લા પંચાયત, રેલ્વેના પ્રશ્નો, મામલતદાર, સફાઈ અંતર્ગત રહેલી રજુઆત, વીમાના પ્રશ્નો વગેરે જેવા સંબંધિત પ્રશ્નોને લઈને અરજદારોએ કલેક્ટરને રજૂઆત કરીને પોતાના પ્રશ્નો જણાવ્યા હતા. જે તમામ પ્રશ્નોને સાંભળી તેનું હકારાત્મક નિરાકરણ માટે કલેકટરએ સંબંધિત અધિકારીઓને સૂચન કર્યાં હતાં. યોજાયેલા જિલ્લા સ્વાગતમાં જિલ્લા કલેકટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી ડી. એમ.સોલંકી, જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ, નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ, પ્રોબેશનરી અધિકારી વિદ્યાસાગર, DRDA નિયામક આર.કે. મકવાણા તેમજ જીલ્લાના અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.