હળવદના ટીકર રણ ગામે સ્ટ્રીટ લાઈટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા છ ઝડપાયા

  • 9:10 pm July 27, 2023
અમિત વિંધાણી, હળવદ

 

આ બનાવ અંગેની જાણવા મળતી વિગતો અનુસાર હળવદના ટીકર રણ ગામે ગત રાત્રિના જાહેરમાં જુગાર રમતા હોય જેની હળવદ પોલીસને સંયુક્તમાં મળેલ ખાનગી બાતમીના આધારે હળવદ તાલુકાના ટીકર ગામે રજપૂત શેરીમાં રણજીતભાઈ દીપજીના મકાન ની પાસે શેરીમાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા જગદીશભાઈ લખીરામભાઈ, હસમુખભાઈ છગનભાઈ, રમેશભાઈ જીવણભાઈ, મોડજી ભાઈ ગાડું ભાઈ, મનજીભાઈ ગાડુભાઈ, અશોકભાઈ સજુભાઈને કુલ રૂપિયા 22.500 ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી લીધા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.