વઘઇ તાલુકાના દગડી આંબા ગામના કુવામાં દીપડો પડતા ફોરેસ્ટ વિભાગ દ્વારા રેસ્ક્યુ

  • 9:11 pm July 27, 2023
સુશીલ પવાર | ડાંગ

 

ડાંગ,

ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના દગડી આંબા ગામના સીમાડે આવેલ કુવામાં રાત્રીના અંધારામાં દીપડો પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જ્યાં સવારે લોકોની અવરજવરમાં ખબર પડી કે કુવામાં દીપડાનો અવાજ સાંભળીને સ્થાનિક લોકો દ્વારા ફોરેસ્ટ વિભાગ ને જાણ કરતા  અધિકારીઓ તેમજ ટિમ લઈ ફોરેસ્ટ વિભાગ તાત્કાલિક કુવા ના સ્થળે  પહોંચી ગામ લોકોની ભીડ ને સાઈડ માં કરી મહા મહેનતે રેસ્ક્યુ બાદ દીપડા ને કુવા માંથી બહાર કાઢવામાં સફળતા મળતા ગામ લોકો એ રાહત અનુભવી અને ફોરેસ્ટ વિભાગ ના કર્મચારીઓ નો આભાર માન્યો હતો,  દીપડા ને કુવા માંથી બહાર કાઢ્યા બાદ સહી સલામત રીતે ફોરેસ્ટ વિભાગ દ્વારા જંગલ માં છોડી મુકવામાં આવ્યો હતો.