સુબિર સામાન્ય સભમાં પત્રકારોને એન્ટ્રી નહીં, સુબિર તાલુકા વિકાસ અધિકારીનું અશોભનીય વર્તન..

  • 9:24 pm July 27, 2023
સુશીલ પવાર | ડાંગ

 

ડાંગ,

સુબીર તાલુકા પંચાયતની સામાન્ય સભામાં તાલુકા વિકાસ અધિકારી ભાન ભૂલ્યા પ્રમુખ અધ્યક્ષ હોય  તાલુકા વિકાસ અધિકારી નહીં માત્ર 15 મિનિટમાં સામાંન્ય સભા પૂર્ણ પ્રજા હિસાબ માંગે તે જરૂરી

ડાંગ જિલ્લાના સુબીર તાલુકાની સામાન્ય સભામાં જ્યારે પત્રકારો બેસવા ગયા તો તાલુકા વિકાસ અધિકારી પત્રકારોને ન બેસવા કહ્યું અને ઉદ્ધતાઈ ભર્યા શબ્દોમાં કહ્યું કે “અમે પત્રકારોને બેસવા દેતા નથી” તો શુ સામાન્ય સભાના અધ્યક્ષ તાલુકા પ્રમુખ હોય છે કે તાલુકા વિકાસ અધિકારી એવી તે શું ચર્ચા સામાન્ય સભામાં કરે છે કે જે લોકોને જાણ ન થાય, એવી તો શું ગુપ્તતા હતી? ક્યાં કારણોસર મીડિયાને દૂર રાખવામા આવ્યા?, આજે વિધાન સભાથી લઈ લોકસભા અને રાજ્યસભા પણ ટી.વી ઉપર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવે છે જેથી કરી લોકશાહી દેશમાં લોકોને ખબર પડે કે તેમના દ્વારા ચુટાયેલ પ્રતિનિધિ તેમના માટે શુ કામ કરી રહ્યા છે! પણ સુબીર તાલુકામાં લોકશાહી નહીં પરંતુ તાલુકા વિકાસ  અધિકાર શાહી લાગુ હોય તેમ લાગી રહ્યું છે જો સામાન્ય સભામાથી મીડિયાને આવવા તાલુકા વિકાસ અધિકારીના પાડી તે સમયે તાલુકા પ્રમુખ પોતે મોન રહ્યા હતા જે દર્શાવે છે કે તાલુકા વિકાસ અધિકારી સામે તાલુકા પ્રમુખનું કઈ ચાલતું નથી..
જ્યારે લોકશાહીની વ્યાખ્યા અધિકારીઓને ખબર હોય તો લોક પ્રતિનિધિને શીખવાડે પરંતુ અહીં તો ધોળા દિવસે ચૂંટાયેલા પ્રતિનિધિ તાલુકા વિકાસ અધિકારીને શોધવા છેક આહવા સુધી આવવા મજબુર બનતા હોય છે ત્યારે જોવાનું એ રહે છે કે લોકોના કામ તો છોડો પણ અહીં લોક પ્રતિનિધિ એટલે કે તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યોને પણ મેડમ માનતા નથી. પોતાના મનસ્વી વહિવટીના કારણે અહીંનો વિકાસ ખાડે જતો જોવા મળે છે.

વિકાસના બ્યુગલ ના ચૂંટાયેલા પ્રતિનિધિ સુબિર ગ્રામ પંચાયત વિસ્તારમાં ચૂંટાયેલા એક તાલુકા સદસ્યને તો આજદિન સુધી એક કામ પણ મળ્યું નથી માત્ર નેમ પ્લેટ : તાલુકા સદસ્ય.

આજે સામન્ય સભામાં મીડિયાને બેસવા દેવામાં ન આવ્યા તે યોગ્ય નથી આ લોકશાહીનું અપમાન છે સામાન્ય સભાના અધ્યક્ષ લોક પ્રતિનિધિ ચૂંટાયેલા પ્રમુખ કહેવાય ન કે ખુરશી પર વિરાજમાન તાલુકા વિકાસ અધિકારી,  પરંતુ પ્રમુખે બોલવાનું હતું તે કેમ ન બોલ્યા? તાલુકા પ્રમુખ મૌન રહ્યા તે ગંભીર બાબત, શુ પ્રમુખ અધિકારી ની રખેવાળી માટે છે કે..! : વીરોધ પક્ષના નેતા, દેવરામ ગવળી 

હું નવો પડું છું આ બાબતે મને કઈ ખબર ની હતી જે મીડિયાનું અપમાન થયું તે બદલ હું માફી માંગુ છું : સુબીર તાલુકા પંચાયત પ્રમુખ, બુધુભાઈ કામડી