ફરજી પ્રમાણપત્ર બનાવી દાંતાના રેહવાસીએ સરકારી અનેકો લાભો લીધા

  • 9:30 pm July 27, 2023
જીતેન્દ્ર સોલંકી | દાંતા

 

બનાસકાંઠા,

દેશ દુનિયામાંથી અનેકો એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં અમુક ચાલબાજ અને શાતીર દિમાગના લોકો પોતાના ગલત મનસુબાઓને અંજામ આપવાને લઈ સરકાર થી અનેક ફરજી દસ્તાવેજ તૈયાર કરાવી અને સરકાર થી અનેકો સુવિધાઓ નો દુરુપયોગ કરતા હોય છે. થોડા દિવસ અગાઉ દેશમાં કિરણ નામનો વ્યક્તિ જે પીએમઓ નો હવાલો આપી અને ઘણી જગ્યાએ સિક્યુરિટી સાથે ભ્રમણ કર્યો હતો અને  સરકારી સુવિધાઓ નો ગલત દુરુપયોગ કર્યો હતો. મહાઠગ તરીકે કિરણ ની કહાની થી સમગ્ર દેશ જાણીતું છે. ત્યારે હાલમાં ગુજરાતના બનાસકાંઠા જિલ્લા ના દાંતા તાલુકા મથક થી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

દાંતા તાલુકા મથક પર એક વ્યક્તિ દ્વારા આદિવાસી નું ખોટું પ્રમાણપત્ર અને દસ્તાવેજો રજૂ કરી ખોટું પ્રમાણપત્ર મેળવી એક્રોસિટી ની ફરિયાદ ની ઘટના સામે આવી છે. 2018માં દાંતા ના રહેવાસી ઠાકોર પરિવાર પર એક વ્યક્તિ દ્વારા એગ્રોસિટી ની ફરિયાદ કરવામાં આવી હતી આ વ્યક્તિ બ્રાહ્મણ હોવા છતાં આદિવાસી હોવાનું ખોટું પ્રમાણપત્ર મેળવ્યું હતું. અને તેનું દુરુપયોગ કર્યો હતો. એક્રોસિટી ની ફરિયાદને લઈને ઠાકોર પરિવાર પાંચ વર્ષ સુધી મુશ્કેલીઓ ભોગવી છે. અને એવા ચાલબાજ અને શાતીર વ્યક્તિ દ્વારા ખોટા દસ્તાવેજો રજૂ કરી બ્રાહ્મણ હોવા છતાં આદિવાસી નું પ્રમાણપત્ર બનાવ્યું હતું. અને સરકાર તરફથી મળતી તમામ સુવિધાઓ નો લાભ ઉઠાવી સરકાર જોડે થી અનેકો લાભો લઈને સરકાર સાથે છેતરપિંડી કરી છે.

ભીલ કિરણકુમાર રાજેન્દ્રભાઈ આધારકાર્ડ મુજબ સરનામું શ્રી રામનગર ભવાનગઢ દાંતા જિલ્લા બનાસકાંઠા નું તકેદારી અધિકારી આદિજાતિ વિકાસ પાલનપુર જિલ્લા બનાસકાંઠા દ્વારા આપવામાં આવેલુ પ્રમાણપત્ર ને ગુજરાત અનુસૂચિત જાતિ અનુસૂચિત આદિજાતિ અને અન્ય પછાત વર્ગ બાબત અધિનિયમ 2018 થી મળેલ સત્તાઓ અનુસાર રદ કરવા આથી હુકુમ કરવામાં આવ્યો છે.

એટ્રોસિટી નો ભોગ બનનાર હિતેશકુમાર બાબુજી ઠાકોર જણાવ્યું હતું કે.... મારા ઘર પરિવાર ઉપર એક ખોટી રીતે ભીલ જાતિ નું પ્રમાણપત્ર મેળવી પોતે જોશી જ્ઞાતિના હોવા છતાં આદિવાસી નું ખોટું પ્રમાણપત્ર મેળવી અને અમારા ફેમિલી ઉપર એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરેલી હતી. 2018 માં એ ફરિયાદ કરી ત્યારે મેં પોલીસને લેખિતમાં આપ્યું હતું કે આ ફરિયાદી છે એ પોતે ભીલ જાતિ ના નથી બ્રાહ્મણ જ્ઞાતિના છે અને બ્રાહ્મણ જાતિ ના છે. બ્રાહ્મણ જાતિ નો વ્યક્તિ હોવા છતાં એને ખોટી રીતે ભીલ જાતિ નુ પ્રમાણપત્ર મેળવ્યું છે. અને આની ન્યાયિક તપાસો કરવો તો સત્ય બાહર આવશે. પોલીસે ત્યાંથી  તકેદારી આયોગ ને જાણ કરી ત્યાર બાદ તકેદારી આયોગે બિરસા મુંડા ભવન કમિશનરે એસ.ટી.એ.સી સેલ ને જાણ કરી અને એસ.ટી.એ.સી.સેલ ના કમિશનર તપાસ ના આદેશ આપ્યા  અને બે બે વખત વિજિલન્સ સેલે તપાસ કરી અને છેલ્લે બે દિવસ પહેલા એનું પ્રમાણપત્ર હતું એ રદ કર્યું છે. અને આ રીતે એને ખોટી રીતે ભીલ જાતિ નુ પ્રમાણપત્ર મેળવી અને એને સરકાર જોડે થી એક્રોસિટી  ફરિયાદ દાખલ કરી અને એને પોતે 50,000 ની સહાય મેળવી છે. એના બાપાએ 50000 ની સહાય મેળવી છે એના ભાઈએ ₹25,000 ની સહાય મેળવી છે અને સરકાર જોડેથી એમને એક રાહતનો મફત પ્લોટ પણ મેળવેલો છે. અને એના ઉપર મકાન પર સરકાર તરફથી ખોટી રીતે એને આ રીતે સરકાર ને અંધારામાં રાખી ખોટું પ્રમાણપત્ર મેળવી અને ખોટા લાભો લીધેલા છે.