ગઢડા(સ્વામીના) ખુલ્લી ગટરમાં રીક્ષા ખાબકી..
- 9:32 pm July 27, 2023
હેમેન્દ્ર મોદી | ગઢડા
બોટાદ,
ગઢડા(સ્વામીના) શહેરમાં મુખ્ય રસ્તાઓ ઉપર ફૂટ ફૂટના ખાડાઓ ઉપરાંત મોતના સામાન જેવી ખુલ્લી ગટરોના કારણે કરે કોઈ અને ભરે કોઈ તેવા ઘાટ વચ્ચે જવાબદાર તંત્રની બેદરકારીનો ભોગ નિર્દોષ લોકો બની રહ્યા છે.
શહેરમાં હરીપર રોડ તરફ મેમણ કોલોની નજીક આવેલા હુસૈની ચોક પાસે ઢાંકણું ખુલ્લુ મૂકેલી ગટરમાં એક ઓટો રીક્ષા ફસકી જતા અકસ્માત સર્જાયો હતો. ખાસ કરીને રાત્રિના સમયમાં અજાણ્યા વાહનચાલકો અને રાહદારીઓ જવાબદાર તંત્રની માનવ સર્જિત બેરકારીના કારણે અકસ્માતે મોતને ભેટે તેવી પરિસ્થિતિ પેદા થઈ રહી છે. ત્યારે મુસ્લિમોના મોહરમ તાજીયા અનુરૂપ કાર્યક્રમો પણ નજીકના દિવસોમાં આવી રહ્યા હોય ગટરની ગંદકી, ખાડાઓ અને ખુલ્લી ગટરના જોખમો માટે ગંભીરતાથી યોગ્ય કામગીરી હાથ ધરવામાં આવે તેવુ લોકો ઇચ્છી રહ્યા છે.