વિંછીયા તાલુકાના લાલાવદર ગામ નજીકથી માદક પદાર્થ વનસ્પતિજન્ય ગાંજાા નો જથ્થો પકડી પાડતી એસ.ઓ.જી.બ્રાન્ચ
- 9:34 pm July 27, 2023
રાજકોટ,
રાજકોટ જીલ્લામાં ગેરકાયદે માદક- પદાર્થ રાખી કે, વેચાણ કરતા ઇસમો ઉપર વોચ રાખી મળી આવ્યે કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, તેમજ હાલ રાજયમાં નશીલા પદાર્થોની બદી સદંતર નેસ્ત નાબુદ થાય તેમજ તેની હેરા-ફેરી અટકાવવા તથા યુવાધનમાં નશીલા પદાર્થોના સેવનને વધતો અટકાવવા સારૂ ” ડ્રગ્સ ફ્રી ઈન્ડીયા " નામથી મુહીમ ચલાવવામાં આવી રહેલ હોય, જીલ્લામાં એન.ડી.પી.એસ. એકટ મુજબના કેસો કરવા માટે તા.રર/૦૭/૨૦૨૩ થી તા.૩૧/૦૭/૨૦૨૪ સુધીની ખાસ ઝુંબેશનુ આયોજન કરવામાં આવેલ હોય તેમજ નાર્કોટીક્સ અંગે વધુમાં વધુ કેસો કરવા માટે સુચના આપેલ હોય, જે અનુસંધાને એલ.સી.બી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર વી.વી.ઓડેદરા તથા એસ.ઓ.જી શાખાના I/C પો.ઇન્સ. બી.સી.મીયાત્રા નાઓ એસ.ઓ.જી. શાખાના સ્ટાફ સાથે વિંછીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીમાં હતા. તે દરમ્યાન પો.હેડ.કોન્સ વિજયભાઇ વેગડ તથા હિતેષભાઇ અગ્રાવત તથા પો.કોન્સ રણજીતભાઇ ધાધલ નાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે હકિકત મળેલ કે, સુરેન્દ્રનગર જીલ્લાના ઘજાળા ગામ તરફથી ઇમ્તીયાઝ ઉર્ફે લાલો ઇબ્રાહીમભાઇ સુમરા તથા નવાઝ ઉર્ફે લાંબો ઈરફાનભાઇ ડોઢીયા રહે, બન્ને ગોંડલ જી-રાજકોટ વાળા એક કાળા કલર ના એક્ટીવા મો.સા. રજી નંબર GJ-03-MF-690 વાળામાં ગેરકાયદેસર રીતે નાર્કોટીક્સ માદક પદાર્થ નો જથ્થો રાખી ગોંડલ તરફ જનાર હોય, જે હકિકત આધારે વિંછીયા તાલુકાના લાલાવદર ગામ નજીક વિંછીયા-જસદણ રોડ ઉપર આવેલ શ્રીજી ભજીયા હાઉસ હોટલ સામે વોચ ગોઠવી રેઇડ કરતા ઇસમ (૧) ઇમ્તીયાઝ ઉર્ફે લાલો ઇબ્રાહીમભાઇ તથા ઇસમ (૨) નવાઝ ઉર્ફે લાંબો ઇરફાનભાઇ ડોડીયા એમ બન્ને ઇસમ એક્ટીવા મો.સા. નંબર GJ- 03-MF-6906 વાળામાં ગેરકાયદેસર રીતે વસ્પતિજનન્ય ગાંજાના ઘટકોવાળો માદકપદાર્થનો જથ્થા સાથે નિકળતા કુલ મુદ્દામાલ કિંમત રૂ-૭૫,૫૦૦/- સાથે ઝડપી પાડી વિંછીયા પો.સ્ટે ખાતે એન.ડી.પી.એસ.એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.