ગોંડલ શહેરના પાંજરાપોળ પાસેથી ઈંગ્લીશ દારૂની ૩૧૨ પેટી ભરેલું કન્ટેનર ઝડપી પાડતી એલસીબી
- 9:35 pm July 27, 2023
રાજકોટ,
રાજકોટ એલ.સી.બી. સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓને મળેલ હકિકત આધારે ગોંડલ, પાંજરાપોળ બસ સ્ટેન્ડ પાસેથી ડ્રાઇવર- રમેશકુમાર બલવીરસિંહ જાંટ ઉ.વ.૪૩ (ધંધો ડ્રાઇવીંગ રહે.નલવા જી.હિસાર રાજ્ય.હરીયાણા), કલીનર- હિતેષ મનસુખભાઇ ગાબ ઉ.વ.૨૧ (ધંધો.ડ્રાઇવીંગ રહે. હાલ. ચોટીલા, ખીમાઇ હોટલ પાસે મુકેશભાઇ ભરવાડના મકાનમાં ભાડેથી, તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર મુળ. ગામ. અજમેર તા.વિંછીયા જી.રાજકોટ)ને ટ્રકનં, CH- 01-TB-7059 સાથે પકડી તેમાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ૭૫૦ એમ.એલ, તથા ૧૮૦ એમ.એલ. ની ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટી નંગ- ૩૧૨ બોટલ નંગ- ૫૪૭૨ તથા ટ્રક નં. CH-01- TB-7059 ની કિ.રૂ. ૧૦,૦૦,૦૦૦/- તથા ત્રણ મોબાઇલ ફોન કિ.રૂ. ૩૦,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ.૨૪,૧૪,૦૪૦/- ના મુદામાલ સાથે પકડી હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહિ કરેલ છે.
પકડવા પર બાકી આરોપી : (૧) ભરત ભીખાભાઇ જાદવ રહે.ગોંડલ મહાકાળી નગર (દારૂ મંગાવનાર) (૨) હીતેષ સામતભાઇ ધોરીયા રહે,ચોટીલા મફતીયા પરા જી.સુરેન્દ્રનગર (દારૂ મંગાવનાર) (૩) પંડીત રહે.હીસાર હરીયાણા (દારૂ ભરી આપનાર) (૪) મુકેશ રહે.રાજસ્થાન (દારૂની સપ્લાય કરનાર)