અમરેલીના ગજેરાપરાના વિસ્તારના રહેવાસીઓએ પાલિકાના ચીફ ઓફિસરને આપ્યું આવેદન

  • 9:36 pm July 27, 2023
મૌલિક દોશી | અમરેલી

 

અમરેલી,

અમરેલી જિલ્લામાં ઘણા સમય થી ગંદા પીવાના પાણીની સમસ્યા જોવા મળે છે જેના કારણે રોગચાળો ફેલાઇ શકે છે તેવી જ પરિસ્થિત અમરેલી શહેરના વોર્ડ નંબર ૧૦ ના ગજેરા પરા વિસ્તારમાં ઘણા સમયથી ગંદા પાણીની સમસ્યા જોવા મળે છે ત્યારે પાલિકા તંત્રને ઘણી વખત ઓનલાઇન તેમજ લેખિત રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં હજુ સુધી ગજેરપરાના રેવાસીઓને પોતાના વિસ્તારમાં  ગંદા પાણીનું અનિયમિત વિતરણ પાલિકા દ્વારા કરવામાં આવે છે આ ગંદા પાણી થી ઘણા પ્રકારના રોગોનો સામનો સ્થાનિકોને કરવો પડે છે જે પાણી મનુષ્યના શરીર ને નુકશાન પહોંચાડે છે તે ગંદુ પાણી પાલિકા તંત્ર દ્વારા હજુ સુધી વિતરણ કરવામાં આવતા સ્થાનિકો તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આવેદન આપવામાં આવ્યું છે સ્થાનિકોની એક જ માંગ છે કે આ સમસ્યાનું વહેલામાં વહેલી તકે નિરાકરણ આવે તેવી અમરેલીના ગજરાપરા વિસ્તારના રહેવાસી ઓએ માંગ ઉઠવી હતી.