ઝઘડિયાના એક ગામમાં જમાઈ જ હેવાન નીકળ્યો: પોતાની પત્નીને ગર્ભવતી કરી, તો ધો.12માં અભ્યાસ કરતી નાની દીકરીને પીંખી નાખી..

  • 10:01 pm July 27, 2023
રિઝવાન સોડાવાલા | ભરૂચ

 

ભરૂચ,

સગીરાને 15 દિવસે ગુપ્ત ભાગે વધુ દુઃખાવો ઉપાડતા સારવારથી સીવીલમાં ખસેડાય..

સગીરા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 4 દિવસથી સારવાર હેઠળ..

ભરૂચ જિલ્લાના ઝઘડિયા પંથકના એક ગામમાં કહેવાતા જમાઈએ જ પત્નીની નાની બહેન સાળી ઉપર દાનત બગાડી સ્કૂલે છોડવાના બહાને લઈ જઈ ઈકો ગાડીમાં જ દુષ્કર્મ ગુજારીયો હોવાની ઘટના સામે આવતા સગીરાને ગુપ્તાંગો ઉપર ગંભીર ઈજાઓ સાથે સોજો આવી જતા તેણીને છેલ્લા પાંચ દિવસથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને પોલીસે પણ ભોગ બનનારની માતાની ફરિયાદ લેવાની છે

ભરૂચ જિલ્લાના ઝઘડિયા પંથકના એક ગામમાં વાલિયાની એક સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઉપર તેના સગા બનેવીએ જ દાનત બગાડી છે 8મી જુલાઈ શનિવારે સવારની સ્કૂલ હોય અને જમાઈ સતીષ રાજુ વસાવાએ પીડીતા તારી મોટી બહેનને ગર્ભવતી બનાવ્યા બાદ નાની બહેન (સાળી)ને ઈકો ગાડીમાં બેસાડી સ્કૂલે છોડવાના બહાને લઈ જઈ અવાવરું જગ્યાએ ઈકો ગાડી ઉભી રાખી તેણી સાથે મસ્તી મજાક કરી તેણીના કપડા ઉતારી બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારીયો હતો અને ભોગ બનેલી ને ગુપ્તભાગો ઉપર ઇજાઓ પણ થઈ હતી પરંતુ તે ગભરાયેલી હોવાના કારણે તેની સાથે ઘટેલી ઘટનાથી મૌન સેવી લીધું હતું.

જો કે 15 દિવસ બાદ સગીરાને ગુપ્તભાગ ઉપર ગંભીર પ્રકારનો સોજો આવી જતા તેણી આખરે તેણી સાથે ઘટેલી ઘટના અંગે તેની માતાને જાણ કરી હતી અને વધુ પ્રમાણમાં સોજો હોવાના કારણે સગીરાને પ્રથમ સારવાર માટે ઝગડીયાના અવિધા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી જ્યાંથી વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને સગીરા હાલ છેલ્લા પાંચ દિવસથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે.

અત્રે ઉલ્લેખની એ બાબતે પણ છે કે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પીડીતા પાંચ દિવસથી 5 સારવાર લઈ રહી છે અને તે હજુ પણ ગુપ્ત ભાગો ઉપર ગંભીર પ્રકારના સોજાના કારણે રિબાઈ રહી છે જેના કારણે પીડિતાની માતાએ પણ જમાઈ સામે ફરિયાદ કરવાની કવાયત કરી છે અને પોલીસને પુનઃ વર્ધી આપતા પોલીસે સારવાર લઈ રહેલી સગીરાની સિવિલ હોસ્પિટલ પર આવી તેની પૂછપરછ કરી ફરિયાદ દાખલ કરવાની પણ કવાયત કરી હોવાની માહિતી સાંપડી રહી છે.

સમગ્ર ઘટનામાં મોટો વિસ્ફોટ થયો છે જેમાં પીડિતા ઉપર દુષ્કર્મ પાછળના કહેવાતો જમાઈ સાબિત થયો છે પીડિતાની મોટી બહેન સાથે સંપર્કમાં આવેલા સતીશ વસાવા એ છ મહિનાથી અવર-જવર કર્યા બાદ મોટી બહેનને ગર્ભવતી કરી હતી અને હાલમાં પાંચ મહિનાનો ગર્ભ રહી ગયો હતો અને ગર્ભવતી બનાવનાર સતીષ વસાવાએ પણ પત્ની તરીકે રાખવાનું વિશ્વાસ તેની માતાને આપ્યો હતો પરંતુ સતીષ વસાવાની આટલી નીચ કક્ષાની નીતિ હશે તે ખબર ન હતી એક મોટી બહેનને લગ્ન વિના જ પાંચ મહિનાનો ગર્ભ કર્યો ત્યાં જ તેની જ નાની બહેન ઉપર સ્કૂલ ઉપર મૂકવાના બહાને લઈ જાય દુષ્કર્મ ગુજારીઓ હોવાની ઘટનાને લઇ નરાધમ સામે 2 દુષ્કર્મના ગુના બને કે એક તે એક પોલીસ માટે તપાસનો વિષય બની ગયો છે.

પીડિતાની માતાએ આખરે જમાઈને પાઠ ભણાવવા ફરિયાદ કરવાની કવાયત કરી

ભરૂચ જિલ્લાના ઝઘડિયા પંથકના એક ગામમાંથી જમાઈ જ હેવાન નીકળ્યો છે જેમાં પોતાની પત્ની ગર્ભવતી થતા જમાઈએ પોતાની જ પત્નીની નાની બહેન સાડી ઉપર દાણત બગાડી તેણીને ઈકો ગાડીમાં લઈ જઈ દુષ્કર્મ ગુજારીયો હોય અને સગીરાને ગુપ્ત ભાગો ઉપર ગંભીર ઈજા થતાં સમગ્ર મામલો સામે આવ્યો છે પીડિતાની માતા એ પણ જમાઈને પાઠ ભણાવવા માટે મોડે મોડે પણ પોલીસ ફરિયાદ દાખલ કરવાની કવાયતો કરી છે

શનિવારે સવારની શાળાનો લાભ જમાઈએ ઉઠાવ્યો..?

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દુષ્કર્મનો ભોગ બનેલી સગીરા સારવાર લઈ રહી છે તેની મુલાકાત કરતા તેણે કહ્યું હતું કે 8મી જુલાઈએ શનિવાર હોય અને સવારની સ્કૂલ હતી પીડીતાના બનેવી એ કહ્યું ચાલ હું તને સ્કૂલે મૂકી જઉં છું તેમ કહી તેની ઇકો ગાડીમાં સ્કૂલે છોડવા નીકળ્યો હતો અને તે દરમિયાન જ એ ગામના પાટિયાના જગ્યાએ ઈકો ગાડી ઉભી રાખી પીડીતા સાથે મસ્તી મજાક કરી તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હોય તેવી કેફિયત પિડિતાએ રજૂ કરી હતી.

મારી મોટી છોકરી ગર્ભવતી છે છતાં જમાઈને સબક શીખવાડવો છે :- પીડિતાની માતા

ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે મારી નાની દીકરી ઉપર આઠમી જુલાઈએ જમાઈએ દુષ્કર્મ કર્યો હતો પરંતુ દીકરી ગભરાયેલી હોવાના કારણે તમામ દુઃખ સહન કરતી રહી હતી પરંતુ તેને ગુપ્ત ભાગ ઉપર ગંભીર પ્રકારનો સોજો આવી જતા તેનાથી ન રહેવાતાં તેની સાથે ઘટેલી ઘટનાની જાણ કરી છે અને નરાધમ મારો જમાઈ છે અને મારી મોટી દીકરી ગર્ભવતી છે પરંતુ મારી દીકરી છેલ્લા 20 દિવસથી રિબાઈ રહી છે અને છેલ્લા પાંચ દિવસથી તો સિવિલમાં સારવાર લઈ રહી છે અને જમાઈને તેની કરેલી ભૂલોનો અહેસાસ થાય અને અન્ય કોઈ નિર્દોષ દિકરી સાથે આવું કૃતિઓ ન કરે તે માટે પાઠ ભણાવવા માટે જ ફરિયાદ પણ દાખલ કરાવવાની કવાયત કરી હોવાનું જણાવ્યું છે.

સતીશ વસાવા સામે દુષ્કર્મના 2 ગુના કે એક..?

તાજેતરમાં ધોરણ 12માં અભ્યાસ કરતી સગીરાને સ્કૂલે મૂકવાના બહાને કહેવાતા બનેવીએ પીંખી નાખી હોવાની ઘટના સામે આવી છે જેમાં નવો વણાક આવ્યો છે જેમાં મોટી દીકરીને પણ ગર્ભવતી કરનાર સતીશ વસાવા એ તેની સાથે નીતિ નિયમ મુજબ લગ્ન કર્યા નથી પરંતુ મોટી બહેન ગર્ભવતી થઈ જતા તેને પત્ની તરીકે રાખવાનું આશ્વાસન આપ્યું હોવાનું સામે આવ્યું છે એક પાપમાં ઘડો ફૂટે કે ન ફૂટે બીજા પાપમાં ઘડો ફૂટી જાય છે તે અહીંયા સાર્થક થાય છે.

સિવિલમાં સારવાર માટે પણ કહેવાતો જમાઈ પીડિતાને દાખલ કરવા આવ્યો હતો..?

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં એક દુષ્કર્મનો ભોગ બનેલી પીડીતા પાંચ દિવસથી સારવાર લઈ રહી છે અને તેણીને દાખલ કરનાર પણ બળાત્કારી કહેવાતો બનેવી આવ્યો હતો અને દાખલ કર્યા બાદ બનેવી કે તેની બહેનના કોઈ સગડ ન મળતા આખરે કહેવાતા જમાઈ સામે પીડીતાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવાની કવાયત કરી છે.

આ ભડવા જમાઈએ મારી 2 દીકરીની જિંદગી બરબાદ કરી :- પીડીતાની માતા

મારા ઘરે અવર-જવર કરનાર સતીશ વસાવા એ મારી મોટી દીકરી સાથે નોકરી કરતી વેળા સંપર્કમાં આવ્યો હતો અને ઘરે અવર-જવર હતી તે દરમિયાન મોટી દીકરીની સાથે દુષ્કર્મ કરી તેણીને ગર્ભવતી કરી હતી અને તેને પત્ની તરીકે રાખવાનું વચન આપ્યું હતું. મોટી દીકરી પાંચ મહિનાની ગર્ભવતી થતા જ ભળવા જમાઈએ નાની દીકરી ઉપર દાનત બગાડી તેણી સાથે પણ દુષ્કર્મ ગુજારીઓ છે અને આવા કહેવાતા જમાઈને સબક શીખવાડવો જોઈએ એટલે પોલીસ ફરિયાદ કરાવવાની કવાયત કર્યો હોવાનું પીડિતાની માતાએ કહ્યું હતું.