યાત્રાધામ અંબાજીમા મેઘ મહેર: અંબાજી અને આજુબાજુના વિસ્તારોમાં જલબંબાકાર જેવી સ્થિતિ..
- 10:03 pm July 27, 2023
અંબાજી,
દેશભરમાં માનસુને ધમાકેદાર દસ્તક આપી છે ત્યારે દેશના અનેકો વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે. તો સાથે સાથે પહાડી વિસ્તારોમાં અનેકો જગ્યાએ ભેખડો ધસવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ મુશળધાર વરસાદ ના લીધે અનેકો વિસ્તાર મા મુશ્કિલી સર્જાઈ રહી છે. ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં સવાર થીજ ભારી વરસાદ વરસી રહ્યો છે.જેના કારણે અનેકો વિસ્તારો મા પાણી ભરાયા છે.
યાત્રાધામ અંબાજીમાં વહેલી સવારથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. હાલમાં અંબાજી અને આજુબાજુના વિસ્તારમાં ભારે વરસાદના લીધે જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. અંબાજી અને આજુબાજુ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા અનેકો વિસ્તારોમાં પાણીનો ભરાવો પણ જોવા મળી રહ્યો છે .ત્યારે યાત્રાધામ અંબાજી ના મુખ્ય માર્ગો સહિતના અન્ય માર્ગો પર નદીની જેમ વરસાદી પાણી વહેતા જોવા મળી રહ્યા છે. તો સાથે સાથે અંબાજી ના હાઇવે માર્ગ પર મોટા પ્રમાણમાં પાણીના ભરાવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે અંબાજી અને આજુબાજુના વિસ્તારોમાં વહેલી સવાર થીજ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે લોકોના જનજીવન મા પણ અસર જોવા મળી રહી છે.