ભાવનગરના પૂર્વ વિસ્તારમાં અશાંતધારો લાગુ થતાં કલેક્ટરને અભિનંદન..
- 10:23 pm July 27, 2023
તસ્વીર | ધવલ વાજા, ભાવનગર
ભાવનગર,
ભાવનગર શહેરમાં છેલ્લા 19 વર્ષથી અશાંત ધારો અમલમાં લાવવા માટે હિન્દુ સંગઠનો અને રાજકીય આગેવાનો દ્વારા સતત સરકારમાં માંગણી કરવામાં આવી રહી હતી. વિધર્મી બિલ્ડરો દ્વારા હિન્દુ વિસ્તારમાં ઊંચા ભાવે મિલકતો ખરીદ કરી મોટા બિલ્ડીંગો બનાવવામાં આવી રહ્યા હતા જેને કારણે નાછૂટકે હિન્દુ સમાજના લોકોને સસ્તામાં પોતાની મિલકત વેચવી પડતી હતી. લોકઆંદોલન બાદ સરકાર પર દબાણ આવતા અંતે ભાવનગર શહેરના મુખ્ય 23 એરિયાના 103 વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે અને તેનું નોટિફિકેશન પણ બહાર પડતા શહેરીજનોમાં ખુશી છવાઈ છે. આ સાથે હિન્દુ સંગઠનો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. અને ભાવનગર શહેર અશાંતધારા સમિતિની કમિટી દ્વારા ભાવનગર કલેકટરને અભિનંદન પાઠવવામા આવ્યા હતા.