ક્લસ્ટર કક્ષાનો કલા મહોત્સવ થરાદ ના સણાવીયા ખાતે યોજાયો

  • 8:11 pm July 28, 2023
પ્રકાશ સુથાર | થરાદ

 

થરાદના સણાવીયા ખાતે ક્લસ્ટર કક્ષાનો કલા મહોત્સવ યોજાયો હતો. જેમાં ચિત્રકલા,ગાયન સ્પર્ધા,વાદ્ય સ્પર્ધા,વાર્તા લેખન સ્પર્ધા,વાર્તા કથન સ્પર્ધા, બાળ કવિ સ્પર્ધા જેવા વિષયોમાં  ડેલ સેન્ટરની ૧૧ સ્કૂલોના બાળકોએ ભાગ લીધો હતો. ફાઉન્ડેશન સ્ટેજ (ધોરણ ૧-૨) વાર્તા કથનમાં રાજપુત કુલદીપ જગતાભાઈએ દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલ છે. ધોરણ (૩થી૫)માં વાર્તા કથન સ્પર્ધામાં રબારી પ્રિન્સ રામાભાઈ એ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે. મિડલ સ્ટેજ (ધોરણ ૬થી૮) માં બાળ કવિ સ્પર્ધામાં રાજપૂત હાવીબેન સવાઈભાઈએ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે. સંગીત ગાયન સ્પર્ધામાં ઠાકોર રમીલાબેન સેંધાભાઈ એ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે. ચિત્ર-સ્પર્ધામાં ચૌહાણ પ્રિયંકાબેન પથુભાઈએ તૃતીય નંબર મળેલ છે. શાળા પરિવાર તરફથી દરેક સ્પર્ધકોને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવ્યા.