તિલકવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ હિપેટાઇટિસ દિવસ નિમિતે સર્વાઇકલ કેન્સલ સ્ક્રિનિંગ બાબતે શિબિરનું આયોજન કરાયું

  • 8:12 pm July 28, 2023
વસિમ મેમણ | તિલકવાડા

 

પ્રાપ્ત વિગત અનુસાર તિલકવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ હિપેટાઇટિસ દિવસની ઉજવણી કરવામાં આવી આ ઉજવણી અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસર કુમારના માર્ગદર્શન હેઠળ કેન્સલ સ્ક્રિનિંગ અને ટેસ્ટ શિબિરનું આયોજન કરવામાં આવ્યું આ શિબિર માં તાલુકાની મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો સાથે જ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મહિલાઓને આરોગ્ય લક્ષી જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.

સમગ્ર વિશ્વમાં દર વર્ષે 28 જુલાઈને વિશ્વ હિપેટાઈટીસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ રોગ વિશે લોકોને જાગૃત કરવા માટે વિશ્વ હિપેટાઇટિસ દિવસની ઉજવણી કરવામાં આવે છે. હેપેટાઇટિસ એક ખતરનાક રોગ છે, જેમાં લીવરને અસર થાય છે. લીવર આપણા શરીરનું એક મહત્વનું અંગ છે, જે લોહીને સાફ કરવામાં અને ખોરાકને પચાવવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં, હેપેટાઇટિસને કારણે લીવરમાં બળતરા થાય છે. જો આ રોગની સમયસર કાળજી લેવામાં ન આવે તો તે જીવલેણ બની જાય છે. જો કે હેપેટાઈટીસથી બચવા માટે રસી આપવામાં આવે છે, પરંતુ જાગૃતિના અભાવે હજુ પણ ઘણા લોકો તેની રસી લેતા નથી જેથી લોકો ને જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે તિલકવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ હિપેટાઇટિસ દિવસની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમ દરમિયાન 52 મહિલાઓનું સ્ક્રીનીંગ અને ટેસ્ટ કરવામાં આવ્યો સાથે જ નગરમાં રેલીનું આયોજન કરી લોકોને જાગૃત કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો.