સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કંજકટીવાઇટીસની બીમારીથી લોકો પરેશાન
- 8:14 pm July 28, 2023
સાબરકાંઠા,
ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કંજકટીવાઇટીસ નામની બીમારીથી કેટલાય લોકો પરેશાન થઈ રહ્યા છે. જોકે હાલના તબક્કે સાબરકાંઠા જિલ્લામાં પ્રતિ દિવસ 200 થી વધારે કંજકટીવાઇટીસ ના દર્દીઓ જોવા મળી રહ્યા છે જોકે જિલ્લામાં ખાનગી હોસ્પિટલો પણ હાલમાં આ રોગથી ઉભરાઈ રહી છે
સાબરકાંઠા જિલ્લામાં મોટાભાગના તમામ તાલુકાઓમાં હાલમાં કંજકટીવાઇટીસ ના દર્દીઓથી ઉભરાઈ રહી છે જે અંતર્ગત મોટાભાગના દર્દીઓને રોગના પગલે આંખો દુખવાથી લઈ આંખોમાંથી પાણી પડવા સુધીના લક્ષણો જોવા મળી રહ્યા છે સાથોસાથ આ રોગમાં આંખ સામે જોવાથી રોગ ફેલાતો નથી પરંતુ તેને વાપરેલી વસ્તુઓ કે તેને અડકવાથી આંખ જન્ય બીમારી આવે છે જેમાં આંખ લાલ થવા સહિત પાણી પડવું અને કેટલાક કિસ્સાઓમાં આંખમાંથી પરુ આવવા સુધી ની સ્થિતિ પણ આવતી હોય છે જોકે જિલ્લા ભરમાં વ્યાપેલા આ રોગના પગલે કેટલાય લોકો પરેશાની ભોગવી રહ્યા છે સાથોસાથ વાયરસ જનન્યા રોગ હોવાના પગલે તદ્દન સરળતાથી તેને રોકધામ પણ શક્ય નથી ત્યારે દરેક વ્યક્તિએ હાલના તબક્કે વારંવાર હાથ ધોવા સહિત જે તે દર્દી સાથે હાથ મિલાવવાનું ટાળવું જોઈએ તેવું મેડિકલ ઓફિસરો જણાવી રહ્યા છે જોકે આગામી સમયમાં મામલે વહીવટી તંત્ર દ્વારા જિલ્લાભરમાં અભિયાન સ્વરૂપે સારવાર શરૂ નહીં કરાય તો વાયરસ જનની આ રોગ વધુ ગંભીર બની શકે તેમ છે ત્યારે હાલના તબક્કે સાબરકાંઠા જિલ્લામાં 200થી વધારે દર્દીઓ આ રોગથી પીડાઈ રહ્યા છે તેમજ ખાનગી હોસ્પિટલોમાં તેનાથી પણ ખૂબ મોટો આંકડો હોવાની સંભાવનાઓ છે ત્યારે તંત્ર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી લઈ સામૂહિક આરોગ્ય કેન્દ્ર સુધી ઠોસ સારવારની શરૂઆત થાય તે જરૂરી છે.