ધાનપુર તાલુકામાં આવેલ અદલવાડા ડેમ 237.30ની સપાટી હાલ 237.35ની સપાટી પર ઓવરફ્લો
- 8:31 pm July 28, 2023
ધાનપુર તાલુકામાં આવેલ અદલવાડા ડેમ જે ગત વર્ષે ઓછા વરસાદના કારણે પાણીની આવક ન થતા ડેમ ખાલી રહ્યો. હતો. અને ડેમની સપાટી જોતા 228.50 જેટલી જોવા મળી હતી. ત્યારે આ વર્ષે ઉપરવાસ તેમજ ધાનપુર તાલુકામાં વધુ વરસાદના કારણે હાલ આ અદલવાડા ડેમની સપાટીમા સતત વધારો થતા પાણીની આવક વધતા ડેમમાં 10 ફૂટ જેટલું પાણીની આવક વધતા ઓવરફલોની સપાટી વહેલી સવારે 237.30 મીટર વટાવતાં ડેમ ઓવરફ્લો થયો. ત્યારે નીચાણવાળા ગામોને તંત્ર દ્વારા ડેમના ઓવરફ્લોના નીચાણ વાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં ધાનપુર તાલુકાના મોઢવા, રામપુર અને વેડ એમ ત્રણ ગામો જ્યારે દેવગઢ બારિયા તાલુકાના જંબુસર, વાંદર, મોટા કેલીયા, ભૂલવણ, દેગાવાડા, ઝાબિયા આમ કુલ નવ ગામોના જે નીચાણવાળા વિસ્તાર છે. જે આ ડેમના અવેણાનું પાણી ફરી વળે તેવા વિસ્તારમાં તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સતત વરસાદ વરસે તો વધુ પાણીની આવક થાય ભયજનક સપાટી પહોંચે તેને લઈને તંત્ર પણ સતર્ક બન્યું છે.