સંતરામપુર મામલતદાર કચેરીમાં જનસેવા કેન્દ્ર, એટીવીટી, ઈધરા, પુરવઠા, મેહસુલ અને મધ્યાહન ભોજન કેન્દ્રોની કામગીરી ઠપ્પ
- 8:35 pm July 28, 2023
મહિસાગર,
સંતરામપુર મામલતદાર કચેરીમાં આવેલ જનસેવા કેન્દ્ર.ઈધરાકેનદૂ.એટીવીટીકેનદૂ.પુરવઠાનેમેહસુલ શાખાઓ માં ફરજ બજાવતા આઉટસોસૅ કમૅચારીઓને અચાનક મૌખિક કહીને ફરજ પરથી છુટા કરાતાં મામલતદાર કચેરી ખાતે આવેલી આ જનસેવા કેન્દ્ર, ઈધરા, એટીવીટી, પુરવઠા અને મહેસુલ શાખાની કામગીરી સતત બીજા દિવસે પણ ઠપ થઈ ગયેલ જોવા મળે છે.
ગામડાઓમાંથી વીવીધ કામો માટે, જરુરી દાખલાઓ માટે, નકલો માટે, અન્ય કામો માટે આવતા ગ્રામજનો અને કમૅચારીઓ હાજર ન હોય અને કામગીરી ઠપ્પ થઈ ગયેલ હોઇ ગ્રામજનોને તેમના કામ નહીં થતાં ભારે હાડમારી સતત બે દિવસ થી ભોગવી રહેલા હોવા છતાં પણ આ મુશ્કેલી દુર કરવા માં ને આઉટસોસૅ ના કરાર આધારિત કમૅચારીઓ ના પ્રશ્રને તંત્ર દ્વારા સતત બીજા દિવસે પણ કોઈ ઉકેલ નહીં લવાતા પ્રજાજનો ની હાડમારી માં ને મુશ્કેલી માં વધારો જોવા મળે છે. જીલ્લાનુ વહીવટી તંત્ર આ અંગે સક્રિયતા દાખવશે ખરું..?