પાટણ જિલ્લા સેવા સદન ખાતે કાયદા વ્યવસ્થાની મિટિંગ યોજાઇ
- 9:08 pm July 28, 2023
અનિલ રામાનુજ | રાધનપુર
પાટણ,
પાટણ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ મિટિંગમાં જિલ્લામાં કાયદા અને વ્યવસ્થાની વર્તમાન સ્થિતિ અંગેનો વિગતવાર અહેવાલ PPT ના માધ્યમથી રજૂ કરવામાં આવ્યો હતો. આ રજૂઆત પછી જિલ્લામાં વર્તમાન કાયદા વ્યવસ્થાના દરેક પાસા ઉપર વિગતવાર વિહગાવલોકન કરવામાં આવ્યું. ત્યારબાદ અધિક નિવાસી કલેકટર દ્વારા જિલ્લામાં કાયદા વ્યવસ્થા સારી રીતે સચવાઈ રહે તે માટે અધિકારીઓને સૂચન કર્યા હતા. યોજાયેલી મિટિંગમાં અધિક નિવાસી કલેકટર પ્રદીપસિંહ રાઠોડ, નાયબ પોલીસ અધિક્ષક ડી.ડી. ચૌધરી, ARTO અધિકારી જે.જે.ચૌધરી ઉપરાંત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.