રાધનપુરના સૂરકા ગામ ખાતે પરિવારના 5 સભ્યોને વીજ કરંટ લાગ્યો, એકનું કરૂણ મોત

  • 9:15 pm July 28, 2023
અનિલ રામાનુજ | રાધનપુર

 

પાટણ,

પાટણ જિલ્લા નાં રાધનપુર તાલુકાના સુરકા ગામ ખાતે ઘરમાં બોર્ડની સ્વીચ ચાલુ કરવા દરમિયાન વીજ કરંટ લાગતા એક બાદ એક 5 સભ્યો લપેટમાં આવી ગયા હતા. જેમાં ઘરના મોભી પુરુષનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ચાર સભ્યો ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક રાધનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતા.રાધનપુરના સુરકા ગામમાં રહેતા ગામના પૂર્વ સરપંચ વીરચંદજી ઠાકોરના ઘરમાં અગમ્ય કારણસર વીજ ફોલ્ટ થતાં બોર્ડની સ્વીચ ચાલુ કરવા જતાં તેમને વીજ કરંટ લાગ્યો હતો. તેમની સાથે ઘરમાં રહેલા તેમના પત્ની, પુત્ર વધુ અને પૌત્ર, પુત્રી પણ કરંટની લપેટમાં આવી ગયા હતા. આમ,પાંચેય લોકોમાં વીજ કરંટ લાગતા ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલ ખસેડાયા હતા.

વિજ કરંટ લાગતા તાત્કાલિક આસપાસના લોકો દોડી આવી તેમને બચાવતા રાધનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા પરતુ પુર્વે સરપંચની હાલત ગંભીર હોય તેમનું મોત નિપજ્યું છે. તેમના પરિવારના ચારે ઈજાગ્રસ્ત સભ્યો હાલમાં હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટના અંગે પોલીસને જાણ થતાં પોલીસ પહોંચી હતી તેમજ ઘટના અંગે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.