ધંધુકા તાલુકાના વાસણા ગામે ભારે વરસાદના કારણે મકાનની દીવાલો ઘસી ગઈ

  • 9:27 pm July 28, 2023
રાજેશ પરીખ

 

અમદાવાદ,

અમદાવાદ જીલ્લાના ધંધુકા તાલુકાના વાસણા ગામે ભારે વરસાદથી એક મકાન પડી જવાની ઘટના બની હોવાના આધારભૂત અહેવાલો મળ્યા છે.

અમદાવાદ જીલ્લાના ધંધુકા તાલુકામાં પ્રથમ વાવાઝોડુ અને ત્યાર બાદ ચોમાસાની ટોપમા શરૂઆત થઈ ગઈ છે. ઘણા દિવસોથી વરસાદ બંધ થવાનું નામ લેતો નથી. જોકે બે દિવસથી ઉઘાડ નીકળ્યો છે.ધંધુકા તાલુકામાં ચોમાસાની સીઝન નો અત્યાર સુધીમાં ૩૩ ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદથી ખેતીને મોટું નુકશાન થયું છે. ધંધુકા તાલુકાના વાસણા ગામે એક મકાન પડી જવાની ઘટના બની હોવાના આધારભૂત અહેવાલો મળ્યા છે.જવાબદાર તંત્ર ધ્વારા સરકાર તરફથી મળવા પાત્ર સહાય મકાન માલીકને અપાવવા માંગણી ઉઠવા પામી છે. તંત્ર ધ્વારા જાત તપાસ અને સર્વે કરાવવા તજવીજ હાથ ધરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. 

ધંધુકા તાલુકાના વાસણા ગામે ભારે વરસાદથી પડી ગયેલ મકાન ધારીયા પરમાર કાન્તિભાઈ મથુરભાઈનું હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે તંત્ર ધ્વારા સ્થળ તપાસ કરી અસરગ્રસ્તને સરકારના નિયમોનુસાર સહાય આપવા માંગણી ઉઠવા પામી છે.