આરટીઓ દ્વારા અમરેલી શહેરમાં સ્કૂલ વાહનનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
- 9:28 pm July 28, 2023
મૌલિક દોશી | અમરેલી
અમરેલી,
અમરેલી શહેરમાં RTO દ્વારા સ્કૂલ વાનનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. રોડ સેફ્ટી અંતર્ગત ઝુંબેશને લઈને વિવિધ શાળાઓના વાહનનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આર.ટી.ઓ ઈન્સપેક્ટર નિર્મલ રાઠોડે જણાવ્યું કે, શાળાઓના વાહન ચાલકોને રોડ સેફ્ટીના નિયમોથી માહિતગાર કરવામાં આવશે. તેમને રોડ સેફ્ટીના નિયમોનું પાલન કરવાનું અને માર્ગ સલામતી માટે જાગૃત્ત રહેવા માર્ગદર્શન આપવામાં આવશે. અમરેલી RTO દ્વારા સઘન વાહન ચેકિંગ ઝુંબેશમાં આર.ટી.ઓ કચેરીના ઇન્સ્પેક્ટર પી.આર. પઢીયાર, નિર્મલ રાઠોડ, જય પટેલ, મનોજ ઠુમર, બાંભણીયા, મીત શાહ,રાઠોડ, મકવાણા, ખીમસૂરિયા સહિત જોડાયા હતા આવતા દિવસોમાં અન્ય શહેરમાં પણ આ રીતે ચેકીંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી શકે છે.