સાવરકુંડલા શહેરમાં મોબાઈલ ફોનની ચીલ ઝડપ કરતા યુવકને ઝડપી પાડતી અમરેલી એલ.સી.બી
- 9:29 pm July 28, 2023
અમરેલી,
ગઇ કાલે સાંજના સાડા છએક વાગ્યે સાગરભાઇ દેવજીભાઇ મકવાણા, ઉ.વ.૧૯, રહે.સાવરકુંડલા, કાણકીયા કોલેજ પાછળ, વિદ્યુતનગર વાળા હીરા ઘરસવાનું કામ પુરૂ કરી વેજલપરાથી ચાલીને પોતાના ઘરે જતા હતા તે દરિયાન કાણકીયા કોલેજના ગેઈટ પાસે એક અજાણ્યો ઈસમ અચાનક મોટર સાયકલ લઇ આવી, આ સાગરભાઇના શર્ટના ખીસ્સામાં રાખેલ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.૧૮,૪૯૯/- ની ચીલ ઝડપ કરી, મોટર સાયકલ લઇ નાશી જઇ ગુનો કરેલ હોય, તેમજ ગઇ તા.૧૪/૦૫/૨૦૧૩ નાં રોજ સાવરકુંડલા, કાપેલીધાર પાસેથી સામતભાઇ ખોડાભાઇ પાસેથી અજાણ્યા મોટર સાયકલ ઇસમે એન્ડ્રોઇલ મોબાઇલ ફોનની ચીલ ઝડપ હોય, આ અંગે સાગરભાઇએ અજાણ્યા આરોપી વિરૂધ્ધ ફરીયાદ જાહેર કરતા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો. કલમ ૩૭૯(૩) મુજબ મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ. અમરેલી એલ.સી.બી. ટીમ દ્વારા ઉપરોકત ગુનાના અજાણ્યા આરોપી અંગે તપાસ હાથ ધરવામાં આવેલ અને સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન સાવરકુંડલા, કાપેલ ધાર પાસેથી ઇસમને શંકાસ્પદ હાલતમાં મોટર સાયકલ સાથે આંટા ફેરા કરતા પકડી પાડી, મજકુર પાસેથી શંકાસ્પદ મોબાઇલ ફોન મળી આવતા જે અંગે પુછ પરછ કરતા ઉપરોકત ચીલ ઝડપ કરેલ હોવાની કબુલાત આપતા, પકડાયેલ આરોપી તથા મળી આવેલ મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.