અંકલેશ્વર ઓએનજીસી ખાતે કેન્દ્રીય વિદ્યાલય માં એજ્યુકેશન પોલિસી ના ત્રણ વર્ષ ની ઉજવણી ના ભાગ રૂપે પત્રકાર પરિષદ યોજાય
- 9:31 pm July 28, 2023
અંકલેશ્વર,
=કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા શૈક્ષણિક વર્ષ 1963-64 થી 20 શાળાઓ શરૂ કરી હતી .
=આજે સમગ્ર દેશમાં 1250 જેટલી કેન્દ્રીય વિદ્યાલયો કાઠમંડુ,મોસ્કો અને તેહરાન મળી 1253 વિદ્યાલયો કાર્યરત છે
=એકલા ભારતમાં 1250 વિદ્યાલયો કાર્યરત છે .
=કેન્દ્રીય વિદ્યાલયોમાં 14 લાખ થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે
અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે આવેલ કેન્દ્રીય વિદ્યાલય ખાતે એજ્યુકેશન પોલિસી ના ત્રણ વર્ષ ની ઉજવણી ના ભાગ રૂપે પત્રકાર પરિષદ યોજાય હતી જેમાં કેન્દ્રીય વિદ્યાલય ના આચાર્ય દ્વારા કેન્દ્ર સરકાર ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અન્વયે એકવીસમી સદી ની જરૂરિયાત પ્રમાણે વ્યાપક રીતે બહુવિધ શિક્ષણ અંગે માહિતી પુરી પાડવામાં આવી હતી
કેન્દ્ર સરકાર ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અન્વયે એકવીસમી સદી ની જરૂરિયાત પ્રમાણે વ્યાપક રીતે બહુવિધ શિક્ષણ દ્વારા વાયબ્રન્ટ નોલેજ સોસાયટી અને જ્ઞાન મહા સત્તા માં રૂપાંતરિત કરવાંનુ આહવાન ભારત ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે જેના ભાગ રૂપે આજે એજ્યુકેશન પોલિસી ના ત્રણ વર્ષ ને મનાવવામાં આવી રહ્યું છે .આ સેલિબ્રેશન પોલિસી ની સમજ માટે અંકલેશ્વર ઓએનજીસી સ્થિત કેન્દ્રીય વિદ્યાલય ખાતે પત્રકાર પરિષદ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ ને ચીલા ચાલુ ગોખણ પટ્ટી અભ્યાસ કરતા અન્ય સાદી સમજ થી તેમજ સાંપ્રત સમય અનુરૂપ અભ્યાસ કરવા બાબતે ;વિદ્યાર્થીઓ ની પ્રવેશ માટે ની ઉંમર નું પુનઃ માળખું રાષ્ટ્રીય શિક્ષણ નીતિ શિક્ષણશાસ્ત્રી ની પ્રકૃતિ અને અભ્યાસ કર્મ ની આવશ્કયતા ઓ ના આધારે પાયાના તબક્કા ના પાંચ વર્ષ જેમાં પ્રારંભિક સ્ટેજ ધોરણ ત્રણ થી પાંચ ત્રણ વર્ષ થી મિડલ સ્ટેજ અને ચાર વર્ષ સેકન્ડરી ની ભલામણ કરવામાં આવી છે.