ભરૂચના મકેરી ફળિયા માં જર્જરિત એક ઇમારતની દીવાલ ધરાશયી; સદનસીબે કોઈ જાનહાની નહિ
- 9:34 pm July 28, 2023
ભરૂચ,
ભરૂચના મકેરી ફળિયા માં 15 વર્ષ થી બંધ જર્જરિત એક ઇમારત ની દીવાલ ધરાશયી થતાં ગભરાટ પ્રસરી ગયો હતો.જોકે સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.પણ પાસે પાર્ક કરેલ એક મોપેડ પર દીવાલ નો કાટમાળ પડતાં નુકશાન થયું હતું.જેના સીસી ટીવી પણ સામે આવ્યા છે.
ચોમાસા પૂર્વે પાલિકા દ્વારા જોખમી ઇમારતો ના માલિકો ને નોટિસો પાઠવી મરામત કરવા કે ઉતારી લેવા તાકીદ કરવામાં આવે છે પણ તેના અમલ પ્રત્યે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. જેના કારણે આવી કેટલીક જોખમી ઇમારતો ધરાશાઈ થવાના બનાવો ચોમાસમાં બનતા હોય છે . જૂના ભરૃચ ના મકેરી ફળિયા માં આવેલ અને 15 વર્ષ થી બંધ સુરેશભાઈ દવે ના જર્જરિત મકાન ની એક દિવાલ વહેલી સવારે ધડાકા ભેર ધરાશાઈ થતાં આસપાસ ના લોકો ની ઊંઘ ઊડી ગઈ હતી અને ગભરાટ સાથે બહાર દોડી આવ્યા હતા .બહાર આવી જોતા મકાન ની દિવાલ ધરાશાઈ થઈ હોવાનું જણાતા તપાસ કરતા તેના કાટમાળ ની નીચે એક પાર્ક કરેલ મોપેડ દબાઈ જતાં નુક્સાન થયું હોવાનું જણાયું હતું.સ્થાનિક રહીશો આ અંગે પાલિકા ને તેમજ મકાન માલિક ને જાણ કરતા કાટમાળ હટાવવાની તજવીજ હાથ ધરી હતી..સ્થાનિકો આ અંગે રોષ વ્યક્ત કરી જોખમી ઇમારત અંગે રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં ના આવી હોવાનું રોષ પૂર્વક જણાવી બાકીનો જોખમી ભાગ પણ ઉતારી લેવામાં આવે તેવી માંગ કરી હતી.ભરૃચ નગરપાલિકા દ્વારા શહેર ની જોખમી ઇમારતો ના માલિકો ને માત્ર નોટિસ આપી સંતોષ માનવા ને બદલે કડકાઈ થી કરી કાર્યવાહી કરી મરામત આવી ઇમારતો ઉતારી લે તો ભવિષ્ય માં કોઈ મોટી જાનહાનિ ન સર્જાઈ..