કરજણ તાલુકામાં દોઢ ઇંચ વરસાદ ખાબકતા આસપાસના ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા..
- 10:01 pm July 28, 2023
વડોદરા,
કરજણ તાલુકાના છંછવા, સામરી, મત્રોજ સસરોજ જેવા ગામડાઓમાં વરસાદી પાણી ભરાતા સંપર્ક વિહોણા બન્યા.
પ્રાપ્ત માહિતી અનુસાર અંબાલાલ પટેલની આગાહી મુંજાદ ગત રાત્રીના આશરે નવ કલાકે સતત નવ કલાક એઘ રજા માન મૂકી વરસતા કરજણ તાલુકાના તબાહી મચાવી. કરજણ તાલુકાના ઘણા ગામડાઓમાં ગરીબ લોકોના ઝૂંપડામાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. કરજણ તાલુકામાં આ ઘણા વર્ષથી ગામ જનો હાલાકી ભોગવી રહ્યા છે પરંતુ તંત્ર ધ્યાન આપતું નથી તેમ જણાઈ આવે છે કરજણ તાલુકાના સામરી ગામ ચારે કોર જળ બમ્બાકાર હાલતમા જોવા મળ્યું હતું. સામરી ગામમાં વહેલી સવારે પીરુ વાળું ફળિયું, ભાથુજી ફળિયું, ગામ પંચાયત, પ્રાથમિક શાળા, તેમજ નંદ ઘરમાં પાણી ફળિયા વળ્યું હતું. સાથે સાથે કરજણ તાલુકાના આસપાસ ના નીચાણ વાળા ખેતરો પણ વરસાદી પાણીથી જળ બમ્બાકાર જોવા મળ્યા હતા. સામરી ગામના રહીશોએ જણાવ્યું હતું કે આ સમસ્યા અમે દર ચોમાસાની ઋતુમા ભોગવી રહ્યા છે અને ગત રાત્રીના દોઢ વાગ્યાં થી ગામમા પાણી પ્રવેસ્યુ છતાં હજુ સુંધી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની ખબર અંતર લેવામાં આવી નથી રાતના વરસાદથી અમારા ઘર વપરાશની ચીજો પણ પાણીમાં પલરવાથી બગડી ગયેલ છે રાતના છોકરા ઓ ભૂખ્યા તરસ્યા છે પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની સહાયતા મળી નથી.તેવા ગામ જનોના આક્ષેપો જોવા મળ્યા હતા.