કરજણ નવા બ્રિજ રેલવે ટ્રેક પરથી એક અજાણ્યા ઈસમ ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો
- 10:02 pm July 28, 2023
ઈજાગ્રસ્ત ઈસમને ઇમર્જન્સી ૧૦૮એમ્બયુલેન્સ દ્વારા સારવાર અર્થે કરજણ સામુહિક આરોગ્ય દવાખાને ખાસેડાતા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું.
સૂત્રોની મળતી માહિતી અનુસાર સવારના સુમારે કરજણ થી સેવાસદન તરફ જતા નવા ઓવર બ્રિજ નીચે વડોદરા થી ભરૂચ તરફના રેલવે ટ્રેક પર કોઈ અજાણ્યો ઈસમ ગંભીર હાલતમાં ઈજાગ્રસ્ત જોવા મળતા રાહદારીએ ઇમર્જન્સી ૧૦૮ એમ્બયુલેન્સ ને જાણ કરતા ૧૦૮ એમ્બયુલેન્સ ઘટનાઓ સ્થળે દોડી જઈ યુવકને તાત્કાલિક કરજણ સામુહિક હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. કરજણ સરકારી હોસ્પિટલે યુવકને લાવતા યુવકને માથાના ભાગે, બંને હાથ તેમજ પગમાં ગંભીર પ્રકારના ફેક્ચર જોવા મળ્યા હતા યુવક બોલી ચાલી શકે તેવી સ્થિતિ પણ ના હતી. યુવક ક્યાંનો છે ક્યાં જતો હતો તેની કોઈ પણ જાણકારી મળી ના હતી પરંતુ યુવકને અંગત જડતી કરતા યુવકના પેન્ટના ખિસ્સામાંથી ૨૪૦૦/રૂપિયા રોકડા તેમજ મોબાઈલ આધારકાર્ડ મળી આવ્યું હતું. ઇમર્જન્સી ૧૦૮ એમ્બયુલેન્સ ના પાયલોટ વિરલ પટેલ તેમજ E.M.T. રાહુલભાઈ એ મળેલ મુદ્દા માલ સરકારી હોસ્પિટલ ના સ્ટાફ નર્સ વિભા બેનને સુપ્રત કરી સરાહનીય કામગીરી બજાવી હતી. આધાર કાર્ડ જોતા યુવક નું નામ સિંધી સુરેશભાઈ ઈશ્વરભાઈ ઉ. વ.૩૧ વર્ષ ની અને નડિયાદ ગામનો હોવાનું જાણવા મળતા યુવક નડિયાદ થી ભરૂચ રેલવે ટ્રેનમાં મુસાફરી કરવા જતો હોય અને ચાલુ ટ્રેનમાં પડી ગયો હોવાનું અનુમાન જણાઈ આવે છે. યુવકને ગંભીર ઈજાઓ થતા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. યુવકની બોડીને પી. એમ. અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.