કોલેજ ઓફ એજ્યુકેશન દરામલી ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો
- 7:59 pm July 29, 2023
સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત સરકાર શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ નિયામક રોજગાર અને તાલીમ ગાંધીનગર સંચાલિત જિલ્લા રોજગાર વિનિમય કચેરી, હિંમતનગર રોજગાર કચેરી, ખેડબ્રહ્મા અને કોલેજ ઓફ એજ્યુકેશન દરામલીના સહયોગથી આયોજિત રોજગાર ભરતી મેળો અને રોજગાર માર્ગદર્શન શિબિર કોલેજ ઓફ એજ્યુકેશન દરામલીમાં ખાતે યોજાઈ હતી.
આ રોજગાર ભરતી મેળામાં 327 થી વધુ રોજગાર વાંચ્છુક ઉમેદવારો અને 11 ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઇન્ટરવ્યૂ દ્વારા 150 થી પણ વધુ યોગ્ય ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. કોલેજ ઓફ એજ્યુકેશન દરામલીના આચાર્ય ડૉ.કે,એસ. ડેડૂણના માર્ગદર્શનથી સમગ્ર કાર્યક્રમનું સંકલન કોલેજના શૈક્ષણિક સ્ટાફ અને તમામ પ્રશિક્ષણાર્થીઓના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ઇડર તાલુકા પંચાયત પ્રમુખ, વિવેકાનંદ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ, કોલેજ ઓફ એજ્યુકેશન દરામલીના આચાર્ય, નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.