સાબરકાંઠા જિલ્લાના ઇડર શહેરમાં મુહરર્મનું વિશાળ જુલુશ કાઢવામાં આવ્યું

  • 8:01 pm July 29, 2023
જાકીર મેમણ‌‌‌

 

મહિના મોહરર્મના દશમાં ચાંદ (એટલે ૧૦મી તારીખ) રોજ તાજીયા સાથે વિશાળ જુલુશ કાઢવામાં આવ્યું હતું. તેમાં રંગબેરંગી કાગળોથી અનોખું કોતરકામ કરવામાં આવ્યું હતું. આ જુલુશ જુમ્મા મસ્જિદ હુસેની ચોકથી પાસાર થઈ મદીના મસ્જિદ નીકળી બજારથી જુના પોલીસ સ્ટેશન ઢોરેટા દરવાજા થઈ વિજય માર્કેટ રોડ થી સુરપુર મુકામે લઈ જવામાં આવે છે ત્યાં વિધિ પૂર્ણ કર્યા પછી ઠડાં કરવામાં આવે છે. આ જુલુશમાં હિંદુ મુસ્લિમ બિરાદરોએ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. લોકોએ નિયાજ (પ્રસાદ) સ્વરૂપે ઠડા પીણા, શરબત,  વગેરે વહેંચવામાં આવ્યું હતું. ત્યારે નવજુવાનોએ તલવાર રમી હતી. ઇસ્લામી મહિનાનો પહેલો અને છેલ્લો બંને મહિનો કુરબાની (ત્યાગ, બલિદાન) નો સંદેશો આપે છે, આ મહિનાઓ ઉપરથી બોધપાઠ લઇ મુસલમાનોએ શહિદે આઝમ હઝરત ઇમામ હુસૈન અને હઝરત ઇબ્રાહિમ અલેયહીસ્સલામ અને ઇસ્માઇલ અલેયહીસ્સલામની સુન્નતો (જીવન ચરિત્ર) ઉપર અમલ કરવો જોઈએ, ઇમામ હુસેન રદીયલ્લાહુ અન્હુ અલ્લાહ તઆલાના છેલ્લા પયગમ્બર (દૂત, સંદેશાવાહક, નબી) મુહમ્મદ સાહેબના નવાસા થાય છે. અને ઇમામ હુસેન ના માતા હજરત ફાતિમા કે જેઓ પોતાની તમામ અવલાદ માં પયગમ્બર મુહમ્મદ સાહેબને સૌથી પ્રિય હતા. મુહરર્મ મહિનાનો મહિમા મહત્વ ઇમામ હુસેન રદીયલ્લાહુ અનહુની શહાદતના વાકીયા પેહલાથી છે. કે આ મહિનાનો અરબવાસીઓ ઈજ્જત કરતા આવ્યા છે. અને આ દિવસ નો રોજો  (ઉપવાસપણ) રાખતા હતા.

શુ છે મોહરમની અસલી હકીકત ? શા માટે કરબલાનું યુદ્ધ થયું ?

યઝીદ એક ઐય્યાશ બાદશાહ હતો, તે સમાજમાં એવા નિયમો લાગુ પાડવા માંગતો હતો કે જેનાથી સમાજમાં દુષણો ફેલાય, જેથી ઇમામ હુસૈન અને તેમના ૭૨ જાનીશાર સાથીઓએ યઝીદ જેવા ઘમંડી અને સત્તા લાલચુ બાદશાહ સામે ન ઝૂકી તેની ખીલાફત ન સ્વીકારી શહીદ થવાનું વધુ પસંદ કર્યું અને યઝીદના ૨૨ હજારના લશ્કર સામે ૭૨ જાનીસાર છેલ્લા શ્વાસ સુધી લડતા રહ્યા અને અંતે હિજરી સને ૬૧ની મુહરર્મ મહિનાની ૧૦મી તારીખે શહિદી વહોરી ઇસ્લામને અને ઇસ્લામના નિયમોને બચાવી લીધા અને ઇસ્લામના સિદ્ધાંતોને હમેશ માટે ઉજાગર કર્યા, અને લોકોને શંદેશો આપ્યો કે અન્યાય સામે કદી ઝુંકવું નહી ઉપરાંત જરૂર પડે તો અલ્લાહની રાહમાં શહીદ થતા પણ અચકાવવું જોઈએ નહીં. જેથી જ આજે દશમી મોહરમે ઇમામ હુસૈન અને તેમના સાથીઓને યાદ કરવામાં આવે છે અને તેમની યાદમાં ૧૦મી મોહરમ અશુરાના દિવસે કુરઆન પડવુ ગરીબોને જમાડવા, પાણી, શરબત અને ઠંડા પીણા વહેચવા જેવા પુણ્યના કાર્યો કરવામાં આવે છે, તદુપરાંત ૯ મી અને ૧૦ મી મોહરમના દિવસે રોઝા રાખવાનો પણ ખૂબ મહિમા છે, આજથી કરબલાના શહીદોની યાદમાં દરેક મસ્જિદ, મોહલ્લા, શેરીઓમાં કુરઆન પડવુ, અને તકરીર (પ્રવચન) જેવા ધાર્મિક પ્રોગ્રામો યોજવામાં કરવા માં આવે છે. અને ભારત સહિતના દેશોમાં તાજીયા બનાવવામાં આવે છે.