સંતરામપુર નગરમાં મહોરમની શાંતિ પૂર્વક ઉજવણી કરાઇ
- 8:02 pm July 29, 2023
મહિસાગર,
સંતરામપુર શહેરના હુસેનીચોક પાસે તાજીયા મુકવામાં આવ્યા હતા. જેમાં લગભગ 1400 વર્ષ પહેલાં સત્ય માટે સમગ્ર પરિવારને કુરબાન કરી દેનારા ઇમામ હુસેનની યાદમાં મોહરમ મનાવવામાં આવે છે. મહોરમનો પર્વે માતમ નો દિવસ કહેવામાં આવે છે. કરબલા ના મેદાન માં પોતાના ૭૨ સાથીદારો સાથે માનવતા ના મૂલ્યો અને ઇસ્લામના સિદ્ધાંતો ખાતર શહીદી વહોરનાર ઇમામ હુસેન અને હસન ની યાદમાં મનાવવામાં આવે છે.
મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં વર્ષોથી ઇમામ હુસેન અને હશેન ની શહીદી ની યાદમાં તાજીયા જુલુસ કાઢવામાં આવે છે. કલાત્મક રીતે શણગારેલા તાજીયા ને નગર ના કેટલાક વિસ્તારમાં ભ્રમણ કરાવવામાં આવે છે. ફક્ત મુસ્લિમો જ નહીં પરંતુ હિંદુ અને અન્ય સમાજ ના લોકો પણ તાજીયા માં આસ્થા અને શ્રદ્ધા રાખે છે . કતલ ની રાત એટલે જે દિવસે ઇમામ હુશેન અને હસન શાહિદ થયા હતા તે રાત્રી એ શહેર ના અલગ અલગ વિસ્તારો માં કલાત્મક તાજીયા ઝુલુસ કાઢવા માં આવ્યા હતા.