રાણપુર શહેરમાં ત્રણ સ્થળેથી મહોરમના તાજીયા નિકળ્યા
- 8:04 pm July 29, 2023
બોટાદ,
બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં મહોરમ નિમિત્તે નિકળતા તાજીયા કોમી એકતા ની જબ્બર મિસાઈલ છે. વર્ષોથી રાણપુરમાં નિકળતા તાજીયા હિન્દુ-મુસ્લિમ સમાજના લોકો સાથે મળી ઉજવણી કરે છે. રાણપુર શહેરમાં ભવ્ય રીતે મહોરમના તહેવારની ઉજવણી કરવામાં આવી જેમાં તાજીયા જ્યારે રાત્રે 12 વાગે ઉપડ્યા ત્યારે રાણપુરના હિન્દુ સમાજના આગેવાનો આંબલીયા ચોરે ખાસ હાજર રહી કોમી એકતા ના દર્શન કરાવ્યા હતા.આંબલીયા ચોરા, કાંકરીયા ચોરા, દેસાઈ વ્હોરાના ચોરાના ચોરા આ ત્રણેય સ્થળેથી તાજીયાના જુલુસ નિકળ્યા હતા. મહોરમના તાજીયા જોવા મટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.સાથો સાથ લોકમેળો પણ ભરાયો હતો. જેમાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તો અનેક સ્થળે સરબત, ચા, નાસ્તો, રગડો, આઈસ્ક્રીમ, લચ્છી, છાસ સહીત વિવિધ વસ્તુઓના વિનામુલ્યે સ્ટોલ બનાવવામાં આવ્યા હતા. મહોરમના તાજીયા ની શાંતિપૂર્ણ રીતે ઉજવણી થાય તે માટે બોટાદ જીલ્લા પોલીસ વડા કીશોર બળોલીયા, LCB PI ટી.એસ.રીઝવી, SOG PSI એ.જી.સોલંકી સહીતના પોલીસ કાફલા એ રાણપુરની તાજીયા જુલુસની મુલાકાત લઈ પોલીસ વડાએ માહીતી મેળવી હતી. રાણપુર PSI એસ.જી.સરવૈયા દ્વારા તાજીયા રૂટ ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સંપૂર્ણ શાંતિપૂર્ણ રીતે મહોરમના તાજીયા નિકળ્યા હતા.